વોર્ડ નં.૧૩માં મણીનગર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પેવર રોડ કામનો પ્રારંભ ખાત મુહુર્ત
રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૩માં પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની ગ્રાન્ટમાંથી મણીનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શેરી નં.૧ થી ૧૦માં રૂપિયા ૭૦ લાખના ખર્ચે પેવર રોડનું ખાતમુહુર્ત કરતા વિધાનસભા -૭૦ ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, મેયર ડો. પ્રદીપભાઇ ડવ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે વોર્ડ નં.૧૩ ના શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા, રોશની સમીતીના ચેરમેન જયાબેન ડાંગર, સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય નીતીન રામાણી, કોર્પોરેટર સોનલબેન સેલારા, વોર્ડ પ્રમુખ કેતનભાઇ વાછાણી, જીતુભાઇ સેલારા, મહામંત્રી ભરતભાઇ બોરીચા, અજીતસિંહ ઝાલા, રમેશભાઇ વેકરીયા, પ્રવિણભાઇ રાઠોડ, અમિતભાઇ જાવીયા, નરસિંહભાઇ પટોડીયા, અર્જુનભાઇ જરીયા, જોષી અદા,મંગળાબેન સોઢા, નયનાબેન ગોહેલ, લીલીબેન ભંડેરી, તેમજ ઇન્ડસ્ટ્રીઝ એરિયાના લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પેવર કામનું ખાતમુહુર્ત થતા હર્ષની લાગણી પ્રસરી હતી.