રાજકોટ
News of Wednesday, 25th January 2023

હેત્‍વી ગુંચલા, નૂતન વાઘેલા અને પૂર્વાગ ગજજરના રીસર્ચ પ્રોજેકટ મંજુર

રાજકોટઃ સેન્‍ટ્રલ કાઉન્‍સીલ ફોર રીસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા હાલમાં વિદ્યાર્થીઓ માટેના રીસર્ચ પ્રોજેકટ ૨૦૨૧માં સમગ્ર ભારતમાંથી પસંદ થયેલા ૯૯ પ્રોજેકટમાંથી રાજકોટ હોમીયોપેથીક મેડીકલ કોલેજના ૩ વિદ્યાર્થીઓના રીસર્ચ પ્રોજેકટ મંજુર થયેલ છે.આ રીસર્ચ પ્રોજેકટમાં ગુંચલા હેત્‍વી ડો.કાનન નેટના માર્ગદર્શન હેઠળ, વાઘેલા નુતન ડો.અનુપકુમાર દાસના માર્ગદર્શન હેઠળ, ગજજર પૂર્વાગ ડો.ચેતન લાલેસતાના માર્ગદર્શન હેઠળ પસંદ થયા છે. આ સફળતા બદલ પારૂલ યુનિવર્સિટીના પ્રેસીડેન્‍ટ ડો.દેવાંશુ પટેલ અને કોલેજના આચાર્ય ડો.હિતાર્થ એન.મહેતાએ અભિનંદન પાઠવ્‍યા છે.

(3:44 pm IST)