રાજકોટ
News of Wednesday, 25th January 2023

રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ બાલકૃષ્‍ણ ત્રિવેદીને રાષ્‍ટ્રપતિ મેડલ એનાયત

૧૦ વર્ષથી વધુ અને આજીવન સજાના રર વોન્‍ટેડ આરોપીને ઝડપવામાં મહત્‍વની ભૂમિકાઃ રર૧ ઇનામો મેળવ્‍યા છે

રાજકોટ તા.રપ : રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. તરીકે ફરજ બજાવતા બાલકૃષ્‍ણ અનંતરાય ત્રિવેદીને પ્રશંશનીય કામગીરી બદલ રાજય સરકાર દ્વારા પ્રજાસતાકદિને રાષ્‍ટ્રપતિ મેડલથી નવાજવામાં આવેલ છ.ે

મુળ સાતોદળ (તા.જામકંડોરણા)ના વતની ં બાલકૃષ્‍ણ ત્રિવેદી વર્ષ ર૦૦૧મા પો.કોન્‍સ તરીકે રાજકોટ ગ્રામ્‍ય જિલ્લામાં જોડાયા બાદ પ્રથમ પોલીસ હેડકવાર્ટસ, પડધરી, માળીયા, મિયાણા, જી.ઇ.બી.પોલીસ સ્‍ટેશન, તથા એ.ટી.એ.એસ. આર.ટી.આઇ.સેલ, તેમજ પેરોલ ફર્લો સ્‍કોડ, અને એલ.સી.બી.માં ફરજ બજાવી પોતાની રર વર્ષની સર્વિસ દરમ્‍યાન રર૧ ઇનામ મેળવેલ જેમાં નાસતા ફરતા આરોપી પેરોલ જમ્‍પ લૂંટ-ધાડ, અપહરણના ગૂન્‍હાઓના ડીટેકશનમાં મહતમ યોગદાન આપેલ તેમજ પેરોલ ફર્લો સ્‍કવોડમાં ફરજ દરમિયાન દોઢવર્ષમાં ૧૦ વર્ષથી વધુ સજા અને આજીવન કેદની સજા ભોગવતા રર વોન્‍ટેડ આરોપીઓને ઝડપી લેવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. તેઓની આ પ્રસંશનીય કામગીરીને ધ્‍યાને લઇ રાષ્‍ટ્રપતિ પોલીસ મેડલ માટે જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે કરેલ દરખાસ્‍ત મંજુર કરી રાજય સરકારે પ્રજાસતાક દિન પુર્વે રાષ્‍ટ્રપતિ મેડલ એનાયતની જાહેરાત કરેલ છે.

સરળ અને લોકઉપયોગી સ્‍વભાવના કારણે બહોળો ચાહક વર્ગ ધરાવતા હેડ કો. બાલકૃષ્‍ણ ત્રિવેદીને રાષ્‍ટ્રપતિ મેડલ એનાયત થતા એસ.પી.જયપાલસિંહ રાઠોડ તથા જીલ્લાના પોલીસ અધિકારીઓ અને શુભેચ્‍છક દ્વારા અભિનંદન વર્ષા થઇ રહી છેે.

(3:28 pm IST)