રાજકોટ
News of Wednesday, 25th January 2023

રાજયની રાજનીતિમાં ઉમંગભેર ‘ઉદય’: ધારાસભ્ય કાનગડનો બર્થ ડે

પરિંદો કો મંઝીલ મિલેગી યકીનન, યે ફૈલે હુએ ઉનકે પંખ બોલતે હૈ, વો લોગ રહેતે હૈ, ખામોશ અફસર, જમાને મેં જીનકે હુનર બોલતે હૈ

રાજકોટઃ  વિધાનસભા- ૬૮ (રાજકોટ પૂર્વ)ના ધારાસભ્‍ય અને પુર્વ મેયર ઉદય કાનગડનો આજે તા .૨૫ જાન્‍યુઆરીના જન્‍મદિવસ છે . તેઓએ યશસ્‍વી જીવનના ૪૯ માં વર્ષમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે . બાળપણ શહેરના ગામતળ હાથીખાના વિસ્‍તારમાં વીત્‍યું છે . સમાજ માટે કંઈક કરી છૂટવાના આશયથી , ભારતીય જનતા પક્ષમાં જોડાયા અને યુવા ભાજપના વોર્ડ પ્રમુખ બન્‍યા. તેમણે કરેલા કાર્યોની કદરના પરિણામે તેઓ શહેર યુવા ભાજપના પ્રમુખ થયા . ૧૯૯૫ માં પ્રથમ વખત મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા, તેઓ સતત ૪ ટર્મ કોર્પોરેટર રહ્યા છે. તેઓની ૧૯૯૭ માં ફકત ૨૫ વર્ષની ઉંમરે રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે નિયુકત થઇ, સૌથી યુવાવયે મેયર થવાનો કીર્તિમાન સ્‍થાપ્‍યો. બાદમાં, ૨૦૦૬-૦૭માં સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન , ૨૦૧૪-૧૫માં ડેપ્‍યુટી મેયર અને ફરી જુન ૨૦૧૮ માં સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુકત થયા હતા.આ ઉપરાંત તેઓ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખની જવાબદારી સંભાળી ચુકયા છે. તેઓએ મહાનગરપાલિકામાં કોઇપણ પદ સંભાળ્‍યું ત્‍યારે લોકસેવા અને શહેરનો વિકાસ કરવો એ જ મુખ્‍ય ઉદ્દેશ સાથે સ્‍પષ્ટ અને નિડર વકતા તરીકે ઉભરી આવ્‍યા છે.

તાજેતરમાં જ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પૂર્વમાંથી પાર્ટીએ ટીકીટ આપતા ઉદય કાનગડે પોતાના ઉપરના વિશ્વાસને સિધ્‍ધ કરી બતાવી જંગી લીડથી જીતે મેળવી ધારાસભ્‍ય બન્‍યા છે. પોતે આજે તેમના જન્‍મદિવસે રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, કાર્યકરો તથા પરિવારજનો, મિત્રો, શુભેચ્‍છકો દ્વારા શુભેચ્‍છા વર્ષા (મો. ૯૯૦૯૯ ૯૨૪૦૪) ઉપર વરસી રહી છે. 

(3:24 pm IST)