ન્યારી ડેમ પાસેથી ફેનીલ ઉર્ફે લાલો દારૃની ૨૪ બોટલો સાથે પકડાયો
ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ. એમ.જે હુણ તથા સ્ટાફનો દરોડો :૧૫ હજારનો મુદ્દામાલ કબજે
રાજકોટ,તા.૨૫ : શહેરના કાલાવડ રોડ પર ન્યારી ડેમ પાસેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૃની ૨૪ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો
મળતી વિગત મુજબ કાલાવડ રોડ ન્યારી ડેમ જવાના રસ્તા પાસે એક શખ્સ વિદેશી દારૃ સાથે ઉભો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઇ. એમ.જે. હુણ સહિતે ન્યારી ડેમ જવાના રસ્તા પાસે દરોડો પાડી ફેનીલ ઉર્ફે લાલો મુકેશભાઈ દાફડા (ઉંમર વર્ષ ૨૧) (રહે આંબેડકર નગર શેરી નંબર ૩ કાલાવડ રોડ)ને રૃા. ૧૨,૪૮૦ ની કિંમત ની વિદેશી દારૃની ૨૪ બોટલ સાથે પકડી લઇ દારૃ તથા મોબાઈલ મળી રૃા.૧૫૪૮૦નો મુદામાલ કબજે કર્યો હતો. આ કામગીરી પી.આઇ. વાય.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.જે. હુણ, હેડ કોન્સ અમિતભાઈ અગ્રાવત, ઘનશ્યામભાઈ, મયુરભાઈ પટેલ, જયદીપસિંહ, નગીનભાઈ, કુલદીપ સિંહ દ્વારા કરવામાં આવી હતી.