રાજકોટ
News of Wednesday, 25th January 2023

હનીટ્રેપના ગુનામાં પકડાયેલઆરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા. રપઃ હનીટ્રેપમાં આરોપી જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આરોપી જીતુદાન તથા આરોપી લાલો ભરવાડ બન્‍ને ફરીયાદીના ઘરમાં ગૃહ પ્રવેશ કરી ફરીયાદી તથા આરોપી જાનકી બન્‍નેના મોબાઇલ ફોનમાં ફોટા પાડી ફરીયાદીને બન્‍ને ગાલોમાં તથા કાનના ભાગે તથા માથાના ભાગે ઝાપટો મારી હોન્‍ડા સીટી કારમાં ફરીયાદીના ઘરેથી બળજબરીથી અપહરણ કરી લઇ જઇ ફરીયાદીને માર મારવાનો ભય બતાવી ફરીયાદીના કોટક મહિન્‍દ્રા બેંકના એટીએમ માંથી રૂા. પ૦,૦૦૦/- બળજબરીથી કઢાવી તથા ઘરે લઇ જઇ સામાન વેર વીખેર કરી રૂા. પ,૦૦૦/- લઇ જઇ વધુ રૂા. ૪પ,૦૦૦/- દિન-ર માં નહીં આવે તો આરોપી નં. ર જાનકી સાથે પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપેલ હતી.ત્‍યારબાદ આરોપી સોનલબેન આરોપી જાનકી તથા આરોપી જીતુ ઉર્ફે ભૂરા ગઢવીની ધરપકડ કરેલ તથા જયુડી. મેજી. કોર્ટમાં હાજર કરેલ જેમાં આરોપી નં. ૧ સોનલ પટેલ તથા આરોપી નં. ૩, જીતુદાન ગઢવી વતી રાજકોટના પ્રખ્‍યાત વકીલશ્રી મેઘરાજસિંહ ચુડાસમાની દલીલ ગ્રાહય રાખી આરોપીને રૂા. પ૦,૦૦૦/- ના જામીન પર મુકત કરેલ હતાં.

આ કામે આરોપીઓ વતી વકીલશ્રી મેઘરાજસિંહ ચુડાસમા તથા કૃણાલ દવે રોકાયેલ હતા.

(3:18 pm IST)