રાજકોટ
News of Wednesday, 25th January 2023

વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા યાજ્ઞીક ઉર્ફે બાઠીયાને ફરલો સ્‍કવોડે દબોચ્‍યો

ફરલો સ્‍કવોડે અટીકા આજી જી.આઇ.ડી.સી. પાસેથી દબોચ્‍યો : હત્‍યાનો પ્રયાસ, રાયોટ, દારૂ સહિત આઠ ગુનામાં સામેલ

રાજકોટ તા. ૨૫ : શહેર ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં ચાર મહિનાથી નાસતા ફરતા શખસને પેરોલ ફરલો સ્‍કવોડે અટીકા જીઆઇડીસી પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગતો મુજબ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે સૂચના આપતા પેરોલ ફરલો સ્‍કવોડના પીએસઆઇ બી.જે.કડછા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં સામેલ શખ્‍સ અટીકા વિસ્‍તારમાં હોવાની કોન્‍સ. જયદીપસિંહ જાડેજા અને મયુરસિંહ પરમારને બાતમી મળતા અટીકા પાસે જીઆઇડીસી શેરી નં. ૭/૮ના ખૂણેથી યાજ્ઞીક ઉર્ફે રાધે ઉર્ફે બાઠીયો વાલજીભાઇ કોલાદરા (ઉ.વ.૨૬) (રહે. ગોંડલ રોડ શિવનગર શેરી નં. ૪) ને પકડી લીધો હતો. તે અગાઉ હત્‍યાની કોશિષ, રાયોટ, મારામારી અને વિદેશી દારૂના આઠ ગુનામાં પકડાઇ ચૂકયો છે. અને બે વખત પાસામાં પણ જઇ ચૂક્‍યો છે. આ કામગીરી પીએસઆઇ બી.જે.કડછા, એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ, કોન્‍સ. અનિલસિંહ સીરાઝભાઇ ચાનીયા, યોગેન્‍દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, મયુરસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી

(3:13 pm IST)