રાજકોટ
News of Wednesday, 25th January 2023

રાજકોટમાં પોલીસ બંદોબસ્‍ત સાથે ‘પઠાન' સિનેમાઘરોમાં રિલીઝ

રાજકોટના સિનેમા ઘરોમાં જ્‍યાં શાહરૂખ ખાન, દિપીકા પાદુકોણ અને જોન અબ્રાહમની પઠાન ફિલ્‍મ રિલીઝ થઇ છે ત્‍યાં તમામ સ્‍થળે પોલીસ બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો છે. ફિલ્‍મમાં એક ગીતમાં દિપીકાએ પહેરેલી બિકીનાના રંગને કારણે વિવાદ ઉભો થયો હતો અને બોયકોટ ટ્રેન્‍ડ શરૂ થયો હતો. જો કે હવે વિવાદ શમી ગયો છે અને આજથી દેશભરમાં પઠાન રિલીઝ થઇ ચુકી છે. ગુજરાત-રાજકોટમાં પણ આ ફિલ્‍મનું મોટા પ્રમાણમાં એડવાન્‍સ બૂકીંગ થયું હતું. આજે શહેરના અલગ અલગ સિનેમા ઘરોમાં સવારના આઠ વાગ્‍યાના શોમાં પણ પ્રેક્ષકો ઉમટી પડયા હતાં. ક્‍યાંય કોઇ છમકલા ન થાય એ માટે અગાઉથી જ સિનેમાઘરો ખાતે પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. ધરમ સિનેમા આર વર્લ્‍ડ, રિલાયન્‍સ મોલ સહિતના સિનેમાઘરો કે જ્‍યાં પઠાન રિલીઝ થઇ છે ત્‍યાં બંદોબસ્‍ત રખાયો છે. જાણવા મળ્‍યા મુજબ કોસ્‍મોપ્‍લેક્‍સ સિનેમામાં આજના લગભગ તમામ શો હાઉસફૂલ થઇ ગયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

આવી છે કે આવા સીન પહેલેથી જ દૂર કરી દેવા જોઈએ, ભવિષ્‍યમાં પણ ફરી આવું ન થાય તેનું ધ્‍યાન રાખવા સેન્‍સર બોર્ડને રજૂઆત પણ કરવામાં આવી છે.  સેન્‍સર બોર્ડના નિર્ણયને લઈ સમગ્ર હિન્‍દુવાદની જીત છે.

શું હતો સમગ્ર વિવાદ? : નોંધનીય છે કે સૌથી પહેલા પઠાન ફિલ્‍મનું પહેલું ગીત બેશરમ રંગ જ્‍યારે રિલીઝ કરવામાં આવી ત્‍યારે અભિનેત્રી દિપીકા પાદુકોણની બિકિનીના રંગને લઈને વિવાદ ભડકયો હતો. લોકોએ કહ્યું હતું કે જાણી જોઈને બિકિનીનો રંગ ભગવો રાખવામાં આવ્‍યો છે અને તે હિન્‍દુ ધર્મનું અપમાન છે. જોકે, આ પહેલેથી જ ટ્‍વિટર સહિતના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર પઠાનનો બૉયકોટ કરાશે તેવા હેશટેગ ટ્રેન્‍ડ કરાવવામાં આવ્‍યા હતા, આમિર ખાનની ફિલ્‍મ લાલ સિંહ ચઢ્ઢા ફ્‌લોપ ગઈ તે બાદથી જ લોકો કહી રહ્યા હતા કે હવે શાહરુખ ખાનની ફિલ્‍મ ફ્‌લોપ કરાવવામાં આવશે.

ટોચની બોલિવૂડ ઓપનિંગ મૂવી

૧. યુદ્ધ - રૂ. ૫૩.૩૫ કરોડ ૨. ઠગ્‍સ ઓફ હિન્‍દોસ્‍તાન - રૂ. ૫૨.૨૫ કરોડ  ૩. હેપ્‍પી ન્‍યૂ યર - ૪૪.૯૭ કરોડ રૂપિયા ૪. ભારત - રૂ. ૪૨.૩૦ કરોડ ૫. પ્રેમ રતન ધન પાયો - ૪૦.૩૫ કરોડ રૂપિયા

સાઉથમાં બનેલી ફિલ્‍મોના હિન્‍દી સંસ્‍કરણોએ છેલ્લા કેટલાક સમયથી હિન્‍દીમાં સારું કલેક્‍શન કર્યું છે. જો આપણે માત્ર હિન્‍દી વિશે વાત કરીએ તો ધ્‍ઞ્‍જ્‍ ચેપ્‍ટર ૨ બોલીવુડની બધી ફિલ્‍મોથી ઉપર છે. યશની ફિલ્‍મે ‘વોર'નો રેકોર્ડ તોડ્‍યો અને પહેલા દિવસે ૫૩.૯૫ કરોડ રૂપિયાનું કલેક્‍શન કર્યું. જો ‘પઠાણ'ના રિવ્‍યુ સારા હોય અને લોકો તરફથી તેને ખૂબ વખાણ મળે તો શકય છે કે ‘પઠાણ' આ રેકોર્ડને પણ વોક-ઈન ઓડિયન્‍સના આધારે પડકારે.

શાહરૂખની કારકિર્દીનું સૌથી મોટું ઓપનિંગ કલેક્‍શન હેપ્‍પી ન્‍યૂ યરથી આવ્‍યું હતું, જેણે પહેલા દિવસે ૪૪.૯૭ કરોડ રૂપિયાનું કલેક્‍શન કર્યું હતું. ‘પઠાણ'ના એડવાન્‍સ બુકિંગના આંકડાને જોતા એવું માનવામાં આવે છે કે તે શાહરૂખના કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્‍મ બની શકે છે.

(11:40 am IST)