રાજકોટ
News of Wednesday, 25th January 2023

રાજકોટના યુવાનનો અનોખો દેશ પ્રેમઃ પુત્રીને આર્મી જોઈન્‍ટ કરવું હોય પોતાના બાઈકને આર્મીના રંગે રંગી નાખ્‍યું

લાડકવાયી દીકરીને નેશનલ ડિફેન્‍સ એકેડેમીમાં મોકલવાની યુવાનની મહેચ્‍છા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૪: ૨૬ જાન્‍યુઆરી ગણતંત્ર દિવસ ઉજવવા દરેક ભારતીય થનગની રહ્યો છે ત્‍યારે રાજકોટના યુવાને પોતાનો દેશ પ્રેમ અનોખી રીતે વ્‍યક્‍ત કર્યો છે. પુત્રીને આર્મી જોઈન્‍ટ કરી દેશ સેવા કરવી હોય પોતાના બાઈકને આર્મી ના રંગે રંગી પુત્રીની ઈચ્‍છા પૂરી કરવા એક એક ડગલું આગળ વધી રહ્યા નો આશાવાદ વ્‍યક્‍ત કર્યો છેᅠ

રાજકોટ શહેરના ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ ખાતે પેપર કટિંગ મશીન ધરાવતા અજયભાઈ દુદકિયાની પુત્રીને નેશનલ ડિફેન્‍સ એકેડેમી જોઈન્‍ટ કરી દેશ સેવા કરવાની મહેચ્‍છા હોય અજયભાઈ દ્વારા અત્‍યારથી જ તેને આર્મી નો માહોલ મળી રહે તે માટે પોતાના બાઈકને આર્મીના ડ્રેસથી રંગી તિરંગાનો લેબલ લગાવી દીધું છે.

બાઈકને આર્મીના રંગે રંગવા અંગે અજયભાઈ કહે છે કે મારી પુત્રીને દેશ સેવાની અનોખી ધૂન લાગી છે તેને શાળા ટ્‍યુશનમાં જવા માટે બાઈક ઉપયોગમાં આવતું હોય જેથી કરી બાઈક નો રંગ આર્મીના ડ્રેસ મુજબનો કરવામાં આવ્‍યો છે, સ્‍કૂલ બેગ, લેપટોપ બેગ, કેપ વગેરે આર્મી ડ્રેસ મુજબની આપવાનો વિચાર છે જેના કારણે તેને સતત આર્મીની અનુભૂતિ થતી રહે અને તેની દેશ સેવાની ધૂન સતત વધતી રહે બસ તેજ અમારું સ્‍વપ્‍ન છે.

(10:51 am IST)