રાજકોટ
News of Wednesday, 26th January 2022

રાજકોટ ખાતે આયોજિત ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ 2022માં વિરમગામના ખેલાડીઓ ઝળક્યા

નંદુ ફિટનેસ પોઇન્ટના ત્રણ મેમ્બરોએ વિવિધ ઇવેન્ટમાં મેડલ જીતી વિરમગામનું નામ રોશન કર્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સાંદિપની સ્કુલ રાજકોટ ખાતે ઓપન સૌરાષ્ટ્ર સબ જુનીયર, જુનીયર સીનીયર અને માસ્ટર ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. સબ જુનિયર મેન્સ માં 53 કિલો વેટકેટગરી માં મૌલિક દલાલે ગોલ્ડ મેડલ, સબ જુનિયર મેન્સ માં 66 કિલો વેટકેટગરી માં પશ્વમ પ્રજાપતિ (બંટી ) સિલ્વર મેડલ અને સબ જુનિયર વુમન્સ માં 67 કિલો વેટકેટગરી માં ટનીસા ચાવડાએ સિલવર  મેડલ જીત્યો હતો.નંદુ ફિટનેસ પોઇન્ટ ના 3 મેમ્બર્સ એ રાજકોટ મુકામે વિરમગામ નું નામ રોશન કર્યું હતું. તેમ વિરમગામના નંદુ ફિટનેસ પોઇન્ટના ઑનર નરેન્દ્ર સીતાપરાએ જણાવ્યું હતું.

(7:19 pm IST)