રાજકોટ
News of Tuesday, 26th January 2021

ણુજા હાઉસિંગ કવાર્ટરના બૂટલેગર જયેશ ઉર્ફે બોદિઓને પાસામાં ધકેલાયો: ભક્તિનગર પોલીસે બજવણી કરી

રાજકોટ: બુટલેગરોને પાસામાં ધકેલવાની કાર્યવાહી અંતર્ગત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ એક વોરન્ટ ઈશ્યુ કર્યું છે. જયેશ ઉર્ફ બોદિયો ભાઇલાલ ચૌહાણ ( ઉ. ૨૬- ધંધો મજુરી રહે. રણુજા હાઉસીંગ બોર્ડ કવાટૅર હાઉસીંગ બોર્ડ ક્વાટૅર ૧૨૪ મણીકુંજ કોઠારિયા રોડ રાજકોટ)ને અમદાવાદ જેલ ખાતે મોકલવા તજવીજ કરવામાં આવેલ છે. 

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ  તથા જે.સી.પી. ખુરશીદ અહેમદ, ડી.સી.પી. ઝોન-૧ પ્રવિનકુમાર મીણા, એ.સી.પી. એચ.એલ.રાઠોડના માર્ગદર્શન  હેઠળ આરોપીની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવેલ હતી. જેની બજવણી પોલીસ ઇન્સ. જે.ડી.ઝાલા તથા પી.સી.બી ઇ.પો.ઇન્સ. વાય.આર.રાવલ સા. તથા ભકિતનગર પોસ્ટ. પો.સ.ઇ. જે.બી.પટેલ તથા પોલીસ હેડ કોન્સ. નિલેષભાઇ મકવાણા, ધનશ્યામભાઇ મેણીયા, પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, તથા હોમગાર્ડ હાર્દીક પીપળીયા, તથા પી.સી.બી. શાખાના પો.હે.કો. રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ રાવેલ ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, રાહુલગીરી ગૌસ્વામિએ કરી હતી.

(6:50 pm IST)