રાજકોટ
News of Tuesday, 26th January 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 10 કેસ: કુલ આંક 15,033એ પહોંચ્યો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 10 કેસ નોંધાતા કુલ આંક 15,033 એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 10 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 15.033 થયા છે.ગઈકાલે 63 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  14,553 થતા રિકવરી રેટ  96.66 ટકા થયો છે. આજ દિન સુધીમાં કુલ 5,65,313 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(2:33 pm IST)