રાજકોટ
News of Sunday, 26th January 2020

ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે સુરત કામરેજના બે સહીત ત્રણ આરોપીઓ ઝડપાયા

રાજકોટ : રાજકોટની ભાગોળે આવેલ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્શોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પેટ્રોલિંગ દરમિયાન પો,હેડ,કોન્સ,ફિરોજભાઈ શેખ,યોગેન્દ્રસિંહ જાડેજા,તથા પો,કોન્સ,યોગીરાજસિંહ જાડેજાઓને સંયુક્ત મળેલ બાતમીના આધારે ગ્રીનલનેડ ચોકડી પાસેથી સુરેશ કરશનભાઇ દોમડીયા પટેલ ( ઉ,વ, 45) ( રહે,અમૃતકુંજ સોસાયટી જે-1-3-4 કુંભારના મકાનમાં ખોલવડ રોડ કામરેજ સુરત મૂળ લતીપર તા,ધ્રોલ,જી,જામનગર ) રાજુભાઈ ધીરુભાઈ ભાલાળા પટેલ ( ઉ,વ, 38 ) ર ( રહે,ઓપરેઅ પેલેસ સી-9-3-2 ખોલવાડ રોડ કામરેજ સુરત ) અને રસિકભાઈ રમેશભાઈ અજાણી પટેલ (ઉ,વ, 27 ) ( રહે, ગૌરીદળ ગામ ચોરાવાળી શેરી તા,જી,રાજકોટ ) ને અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ નગ,19 કિંમત 18,590ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા

(5:59 pm IST)