રાજકોટ
News of Sunday, 26th January 2020

રાજકોટ પીજીવીસીએલ કોર્પોરેટ કચેરી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી : ચીફ એન્જીનીયરે ત્રિરંગો લહેરાવય્‍ો

રાજકોટ : પીજીવીસીએલની કોર્પોરેટ કચેરી ખાતે આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચીફ એન્જીનીયર( ટેકનિકલ) જે.જે. ગાંધીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ચીફ એન્જીનીયર ( પ્રોજેક્ટ) જે.એસ.માંડલિયા, જનરલ મેનેજર(F& A)મલકાન, જનરલ મેનેજર (HR) કટારા, એડીશનલ ચીફ એન્જીનીયર (ટેકનીકલ) જે.જે.ભટ્ટ સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:58 pm IST)