News of Friday, 25th December 2020
અભયભાઇની માસિક પૂણ્યતિથિએ મહા રકતદાન કેમ્પ : જીવન ચરિત્ર લાઇવ બતાવાશે
જુના વિડીયો - ફોટોગ્રાફસ મોકલવા ભારદ્વાજ એસો.ની વિનંતી
રાજકોટ, તા. રપ : ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી સાંસદ સ્વ. અભય ભારદ્વાજની શુક્રવાર તા. ૦૧-૦૧-ર૦ર૧ પ્રથમ માસિક પૂણ્યતિથિએ પટેલ વાડી બેડીપરામાં મહારકતદાન કેમ્પનું આયોજન સંસ્થાઓ, મિત્રો, વકીલો દ્વારા કરવામાં આવેલ છે.
આ સમયે અભયભાઇનું જીવન ચરિત્ર જીવનના સંભારણા, યાદી, ફોટોગ્રાફ, ભાષણો લાઇવ બતાવવાના હોય જેમની પાસે પણ આ યાદી સંભારણા હોય તેમણે સ્વ. અભય ભારદ્વાજની ઓફીસે અથવા ફોન નં. ૯રર૭૬ ૦૮૧૦૮, ૯૩૭૪૧ ૦૪૪૪૧, ૯૯૭૮૯ ૯૧૬૬૧, ૯૮રપ૭ ૬પર૦૦ ઉપર મોકલવા વિનંતી. એ.જી. ભારદ્વાજ એસોસીએટેડ દ્વારા કરવામાં આવી છે.
(2:57 pm IST)