રાજકોટ
News of Friday, 25th December 2020

કપાસિયાના ભાવ ઓલટાઈમ હાઈ, સિંગતેલમાં પણ તેજી

ગૃહણીઓને રોવડાવતો તેલનો ભાવ વધારો : સપ્તાહમાં સિંગતેલમાં ૫૦-૬૦ રૂપિયા જ્યારે કપાસિયા તેલના ભાવમાં પણ ૫૦-૬૦ રૂપિયાનો વધારો જોવાયો

રાજકોટ, તા. ૨૪ : રાજકોટ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થયો છે. સિંગતેલની ચાઇનામાં માગ, ટેકાના ભાવે સરકારની ખરીદી, કપાસના માલની ખપતને કારણે ભાવો વધી રહ્યા છે. કપાસિયાતેલનો ડબો ઓલ ટાઈમ હાઈ ગયો છે.

કપાસિયાનો ડબો ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો છે. આજે ૧૭૯૦ પર પહોંચ્યો છે.સિંગતેલના ડબો ૨૩૩૦થી ૨૩૫૦એ પહોંચ્યો છે. એક સપ્તાહમાં સિંગતેલમાં ૫૦થી ૬૦ રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલ અને સિંગદાણાની નિકાસમાં વધારો થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ સાત દિવસમાં ૫૦થી ૬૦ રૂપિયાનો વધારો થયો છે. કપાસમાં ગુલાબી ઈયળ અને કપાસના ઉત્પાદમાં ઘટાડાને લઈને માલનું આછું પિલાણ થતા તેલના ભાવમાં સતત વધારો. વિદેશી આયાતી પામોલિન તેલના ભાવમાં ૩૦ રૂપિયાનો વધારો થયો છે. આયાતી તેલના ભાવમાં વધારો પામોલીન ૫૦થી ૬૦ રૂપિયાનો વધારો સનફ્લાવર તેલમાં ૫૦થી ૬૦ રૂપિયાનો વધારો થયો. જેના કારણે પણ અન્ય તેલ મોંઘા થઈ રહ્યા છે. રાજકોટના વેપારીઓનું કહેવું છે કે, ગયા વર્ષે ચાઇનામાં ૫૪ હજાર ટન સિંગતેલની નિકાસ હતી વર્ષે લાખ ૨૫ હજાર ટન ચાઇનામાં સિંગતેલની નિકાસ થઈ છે. હાલમાં સીંગતેલની મોટા પ્રમાણમાં નિકાસ થઈ રહી છે. તો બીજી બાજુ કપાસમાં ગુલાબી ઈયળ અને સૌરાષ્ટ્રમાં કપાસ વીણવા માટે મજૂરો મળતા કપાસના પીલાણ માટે ઓછો આવે છે જેના કારણે કપાસિયા તેલનો ડબો ઓલ ટાઈમ હાઈ થયો છે.

(7:18 pm IST)