રાજકોટ
News of Wednesday, 25th December 2019

મેરી ક્રિસમસ : ઇસુ જન્મના વહાલથી વધામણા : શહેરના તમામ ચર્ચમાં રાત્રે દિ' ઉગ્યાનો માહોલ

રાજકોટ : પ્રેમ, ભાઇચારો, કરૂણાનો સંદેશો આપી જનાર ઇશુનો જન્મ દિવસ એટલે ૨૫ મી નાતાલ. રાજકોટના તમામ ચર્ચ તેમજ ક્રિશ્ચયન સંસ્થાના સંકુલો પર અનેરા શણગાર થયા છે. ક્રિસમસ ટ્રી, સ્ટાર અને અવનવા લાઇટીંગ ડેકોરેશન કરવામાં આવ્યા છે. ગઇ કાલે તા. ૨૪ ડીસેમ્બરની મધ્ય રાત્રીએ ભગવાન ઇશુનો જન્મદિન ઉમંગભેર મનાવવામાં આવ્યો હતો. ખિસ્તી સમાજના ભાઇ બહેનોએ આ ઘડીએ પરસ્પર ખુશીના ચુંબન અને આલીંગન કરી શુભેચ્છા પાઠવી હતી. મેરી ક્રીસમસના ઉચ્ચારોથી માહોલ ઉત્સવી બનાવી દેવાયો હતો. ગત રાત્રે ખાસ પૂજા અને પ્રેયર કરવામાં આવ્યા હતા. ૩૧ ડીસેમ્બર સુધી આ ઉજવણીરૂપે વિવિધ કાર્યક્રમોની હારમાળા ચાલુ રહેશે. કાલાવડ રોડ પરના પ્રેમ મદિરી સહીત તમામ ચર્ચ પર ઉજવણી કરાઇ રહી છે. પ્રેમ મંદિરે આજે તા. ૨૫ ના સાંજે ૭ થી ૯ કલાદર્પણ ટીમ દ્વારા નાટક રજુ કરાશે. કાલે તા. ૨૬ ના સાંજે ૬.૩૦ વાગ્યે ક્રીસમસ સેલીબ્રેશન તા. ૨૭ ના સાંજે ૬ વાગ્યે ક્રીસમસ મેલોડી, કેરોલ સીંગીંગ કોમ્પીટીશન, તા. ૨૮ ના સાંજે ૬ વાગ્યે સૌરાષ્ટ્ર ડાન્સ ચેલેન્જ, સીનેમેટીક ડાન્સ કોમ્પીટીશન, તા. ૨૯ ના સાંજે ૬ વાગ્યે ક્રિસમસ ડાન્સ કોમ્પીટીશન, તા. ૩૧ ના રાત્રે ૧૧ વાગ્યે વિતેલા વર્ષને વિદાય અને નવા વર્ષને વધાવતા કાર્યક્રમો થશે. ઉપરોકત તસ્વીર ઇશુ જન્મ નિમિતે થયેલ પૂજા પ્રાર્થના અને  શુભેચ્છાની થતી આપ-લે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:23 am IST)