રાજકોટ
News of Friday, 25th November 2022

વિધાનસભા-૬૯ બેઠક ઉપર ૬૯ વર્ષના ભુપેન્‍દ્રભાઇ પટોળીયાએ અપક્ષમાંથી ઝંપલાવ્‍યુ

પૂર્વ આરોગ્‍ય મંત્રી વલ્લભભાઇ પટેલના સાળા છે સમાજ સેવા કરવા તત્‍પર

રાજકોટઃ વિધાનસભા-૬૯ બેઠક ઉપરથી ૬૯ વર્ષના  વડીલ એવા શ્રી ભુપેન્‍દ્રભાઇ પટોળીયા (મો. ૯૩૭૪૨ ૪૪૯૫૪) એ અપક્ષમાંથી ઝંપલાવ્‍યું છે.

તેઓ પૂર્વ આરોગ્‍ય મંત્રી વલ્લભભાઇ પોપટભાઇ પટેલ (કોલીથડ) ના સાળા થાય છે. તેઓના પરિવારજનોએ સેવાકીય અનેક કાર્યો કર્યા છે. તેઓનું ચૂંટણી નિશાન ટીવી રીમોટ છે.

૬૯ વર્ષની વયે પણ ભુપેન્‍દ્રભાઇ પટોળીયા સમાજ સેવા કરવા માટે તત્‍પર હોવાનું યાદીમાં જણાવેલ.

(4:16 pm IST)