રાજકોટ
News of Thursday, 24th November 2022

ભીલવાસ ચોક પાસેથી શમશેર અને રાહિલ ત્રણ ચોરાઉ બાઇક સાથે પકડાયા

પ્રનગર પોલીસ મથકના હેડકોન્‍સ કરણભાઇ મારૂ, અશોકભાઇ હુંબલ અને અનોપસિંહ ઝાલાની બાતમીઃ ત્રણ બાઇક કબ્‍જે

રાજકોટ,તા. ૨૪ : સદરબજાર નજીક ભીલવાસ ચોક પાસેથી પ્રનગર પોલીસે બાતમીના આધારે બે શખ્‍શોને ત્રણ ચોરાઉ બાઇક સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના ભીલવાસ ચોક પાસે બે શખ્‍સો ચોરાઉ બાઇક સાથે ઉભા હોવાની પ્રનગર પોલીસ મથકના હેડ કોન્‍સ કરણભાઇ મારૂ, કોન્‍સ અશોકભાઇ હુંબલ અને કોન્‍સ અનોપસિંહ ઝાલાને બાતમી મળતા ભીલવાસ ચોક પેટ્રોલ પંપ પાસેથી શમશેર ઉર્ફે સમીર અબ્‍બાસભાઇ જુણાચ(ઉ.વ.૩૩) (રહે. ન્‍યુ જાગનાથ શેરી નં.૨૬, આલાભાઇના ભઠ્ઠામાં અને રોહિલ હનીફભાઇ ગડીયાણી (ઉ.વ.૩૩) (રહે રેલનગર છત્રપતિ શિવાજી ટાઉનશીપ બ્‍લોક નં. જી/૨૦૮)ને ત્રણ ચોરાઉ બાઇક સાથે પકડી લીધા હતા. પુછપરછમાં રાહીલ ગડીયાણી અગાઉ વાહન ચોરીના ગુનામાં ગાંધીગ્રામ પોલીસમાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી પી.આઇ. આર. ટી વ્‍યાસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ, એ.એ.ખોખર, હેડ કોન્‍સ કલ્‍પેશભાઇ ચાવડા, કરણભાઇ મારૂ, કોન્‍સ યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, અનોપસિંહ ઝાલા અને જયેન્‍દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(4:19 pm IST)