રાજકોટ
News of Thursday, 24th November 2022

ગૌતમનગરમાં મકાનમાંથી દારૃની ૧૬ બોટલ સાથે યતીન પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડો : દારૃનો જથ્થો કબ્જે

રાજકોટ,તા. ૨૪ : ગાંધીગ્રામ ગૌતમનગરમાં આવેલા એક મકાનમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી દારૃની ૧૬ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગૌતમનગરમાં આવેલા એક મકાનમાં દારૃનો જથ્થો પડયો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા તથા કોન્સ. સહદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી રૃા. ૮૦૦૦ની કિંમતની દારૃની ૧૬ બોટલ કબ્જે કરી યતીન મનહરલાલભાઇ જોબનપુત્રાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:03 pm IST)