રાજકોટ
News of Thursday, 24th November 2022

વિમલનાથ દેરાસરની મંગળવારે ૧૧ મી સાલગીરી : સત્તરભેદી પૂજા-શોભાયાત્રા- પ્રભાવના-આંગી-સમુહ આરતી

પૂ. આ.ભ. શ્રી જયશેખરસુરીશ્વરની મ.સા.ની પ્રેરણાથી નિર્મિત

રાજકોટ, તા. ર૪ :  કાલાવાડ રોડ, શ્રી ભગવાન વિમલનાથ માર્ગની ઉર્જાભૂમિ પર આકાર પામેલ અને પ. પૂ. આ.ભ. શ્રી જયશેશખરસુરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી નિર્મીત શ્રી વિમલનાથ સ્‍વામિ જિનાલયના પુનઃ નિર્માણને અગીયાર વર્ષ પૂર્ણ થવામાં છે. આજે સૌરાષ્‍ટ્રમાં ઉતરોતર મહાપ્રભાવી વૃધ્‍ધિગત ભાવને પામીને બલસાણાના વિમલનાથ તરીકે વિખ્‍યાત બન્‍યું છે.

પાયામાંથી જીર્ણોધ્‍ધાર થયેલ આ જિનાલયની અગીયારમી સાલગીરીનો અનુપમ અવસર આવ્‍યો છે.

સવંત ર૦૭૯ ના માગશરૂ સુધી ૬ ને મંગળવાર તા. ર૯ ના રોજ પુનઃ પ્રતિષ્‍ઠાની અગીયારમી સાલગીરીનું શુભમુહૂર્ત છે. આ પ્રસંગે સત્તરભેદી પૂજા, મુળનાયક શ્રી વિમલનાથદાદાના શિખરની ધજાનો લાભ મમતાબેન અશ્વિનભાઇ લીંબાસીયા હઃસાત્‍વી પરિવારે લીધેલ છે. સાથે સાથે શ્રી લક્ષ્મી માતાજીની દેરીની ધજા સરીતાબેન હસમુખભાઇ શાહ પરિવાર, શ્રી ચક્રેશ્વરી માતાજીની દેરીની ધજા, નિતાબેન અશ્વિનભાઇ શાહ બનારસવાળા પરિવાર, શ્રી માણીભદ્રવીરની દેરીની ધજા, શ્રેયાંસભાઇ નિમીતભાઇ ગોસલીયા પરિવાર, શ્રી ઘંટાકર્ણ વીરની દેરીની ધજા પન્નાબેન મહેશભાઇ શાહ પરિવાર ચડાવશે.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રભાવનાના લાભાર્થી મમતાબેન અશ્વિનભાઇ લીંબાસીયા હઃસાત્‍વી અને રંજનબેન લલીતભાઇ રૂપાણી પરિવારે લીધેલ છે. તેમજ બપોર ૧ર કલાકે શ્રી વિમલનાથ જિનાલય સંઘ સ્‍વામીવાત્‍સલ્‍ય અને સાંજે પાંચેય પરમાત્‍માની આંગી ત્‍યાં રાત્રે સમુહ આરતીનું આયોજન કરેલ છે.

જેમાં સત્તરભેદી પૂજા સવારે ૭-૪પ કલાકે શ્રી મુનિસુવ્રત સ્‍વામી મહિલા મંડળ ભણાવશે.

ધજાની શોભાયાત્રા સવારે ૮ કલાકે શ્રી ચતુર્વિધ સંઘ સાથે વાજતે ગાજતે શ્રી વિમલનાથ જિનાલયથી શરૂ થશે અને શ્રી વિમલનાથ જિનાલયની પ્રદક્ષિણા કરી જિનાલય પધારશે. ત્‍યારબાદ ધજાના દરેક લાભાર્થી પરિવારને શ્રી સંઘ દ્વારા સહબહુમાનપૂર્વક ધજા ચઢાવવા જિનાલયમાં પધારવા વિનંતી કરશે.

ધજા ચઢાવવાનું મુર્હુત સવારે ૮-પ૪ કલાકે છે. જેમાં વિેધિકારક : પ્રકાશભાઇ દોશી પધારશે.

સ્‍વામી વાત્‍સલ્‍ય બપોરે ૧ર કલાકથી શરૂ થશે.

સ્‍વામી વાત્‍સલ્‍યના જુદા જુદા ૩૬ લાભાર્થી પરિવારો છે.

ભરત ચક્રવર્તી ભોજન કક્ષના લાભાર્થી મમતાબેન અશ્વિનભાઇ લીંબાસીયા હઃ સાત્‍વી છે.

આંગી, સમુહ આરતી, પ્રભાવના રાત્રે ૮-૩૦ કલાકે યોજાશે. જેનો લાભ વિમળાબેન દિલીપભાઇ મહેતાએ લીધેલ છે.

(3:41 pm IST)