રાજકોટ
News of Thursday, 25th November 2021

ઇમ્પિરીયલ - ટોમેટોઝ સહિતની રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય ચીજો મળી !

મ.ન.પા.ના ફૂડ વિભાગના ચેકીંગ દરમિયાન ઇમ્પિરીયલમાંથી પુરણપુરી - પીઝા બેઝનો નાશ : ટોમેટોઝમાંથી વાસી ગ્રેવી - નુડલ્સ - ભાતનો નાશ : બીઝ હોટલમાં અનહાઇજેનિક કંડીશન : ત્રણેયના સંચાલકોને નોટીસો

રાજકોટ તા. ૨૫ : મ.ન.પા.ની ફુડ શાખાએ આજે સવારે યાજ્ઞિક રોડ પર આવેલી ફાઇવ સ્ટાર કક્ષાની મોંઘેરી ગણાતી ખ્યાતનામ હોટલોમાં દરોડા પાડી અખાદ્ય ચીજોનો નાશ કરતા ચકચાર મચી ગઇ છે.

આ અંગે મ.ન.પા.ના આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ વન વીક વન રોડ અંતર્ગત યાજ્ઞિક રોડ પર ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૮ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન પ્રિપેર્ડ ફુડ ૦૯ કિ.ગ્રા. જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ અને ૦૪ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

જેમાં ફૂડ વિભાગ દ્વારા આજરોજ ઇમ્પિરીયલ હોટલ, યાજ્ઞિક રોડ ખાતે પુરણપુરી તેમજ પીઝા બેઇઝ ૩ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ. તેમજ ભોયતળીયાની સફાઇ, ડસ્ટબીન કવર રાખવા, બિનજરૂરી પેકેજીંગ મટીરીયલ્સ તેમજ પ્રિપેર્ડ ફુડના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીગ કરેલ ન હોવા બાબતે નોટીસ આપેલ તેવી જ રીતે ટોમેટો રેસ્ટોરન્ટ, યાજ્ઞિક રોડ ખાતે વાસી ગ્રેવી ૩ કિ.ગ્રા., બોઇલ્ડ નુડલ્સ ૧ કિ.ગ્રા., બોઇલ્ડ  રાઇસ ૨ કિ.ગ્રા. નાશ કરેલ તથા હાઇજીન બાબતે તેમજ પ્રિપેર્ડ ફુડ ના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીગ કરેલ ન હોવા બાબતે નોટીસ આપેલ. ૩) હોટલ બીઝ, યાજ્ઞિક રોડ ખાતે ચકાસણી કરી હાઇજીનીક કન્ડીશન બાબતે નોટીસ આપેલ. ૪) ગેટવેલ મેડીસિન્સને લાયસન્સ બાબતે નોટીસ આપેલ હતી.

ભકિતનગર - યુનિવર્સિટી રોડ વિસ્તારમાં પણ ચેકીંગ : ૧૬ કિલો ચીજોનો નાશ

ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા ગત તા.૨૨ના રોજ શ્રી ગણેશ ચાઇનીઝ પંજાબી, મેઘાણી રંગભવન પાછળ ખાતે વાસી ચટણી - ૧ કિ.ગ્રા.નાશ કરવામાં આવેલ. (૨) મહાકાળી પાણીપુરી, મેઘાણી રંગભવન પાછળ ખાતે વાસી બટાટા - ૫ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ (૩) રાજુભાઇ પાણીપુરી, મેઘાણી રંગભવન પાછળ ખાતે વાસી બટાટા ૪ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ (૪)  મહાકાળી પાણીપુરી એન્ડ ભેળ, મેઘાણી રંગભવન પાછળ ખાતે વાસી પાણીપુરીનું પાણી ૮ લીટર નાશ કરવામાં આવેલ (૫) શ્રી રાધે ચાઇનીઝ પંજાબી, મેઘાણી રંગભવન પાછળ ખાતે આજીનો મોટો-૫ કિ.ગ્રા., વાસી નુડલ્સ - ૨ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ તથા

ફૂડ વિભાગ દ્વારા તા.૨૩ના રોજ (૧) મહાદેવ રેસ્ટોરન્ટ, યુનિવર્સિટી રોડ ખાતે વાસી બટાટા ૪ કિ.ગ્રા., વાસી બગડેલા ૨ કિ.ગ્રા.નાશ કરવામાં આવેલ. (૨) જય દ્વારાકાધીશ હોટલ, યુનિવર્સિટી રોડ ખાતે લાયસન્સ તેમજ હાઇજીન બાબતે નોટીસ આપેલ.

(3:34 pm IST)