રાજકોટ
News of Thursday, 25th November 2021

રતનપર પાસેથી દારૂનો જથ્થો ભરેલી તુફાન ગાડી સાથે વસીમ ભટ્ટી પકડાયો

પેરોલ ફરલો સ્કવોડના પી.એસ.આઇ. અંસારીની ટીમની કાર્યવાહી

રાજકોટ,તાફ ૨૫ : મોરબી રોડ રતનપર બસ સ્ટેશન પાસેથી પેરોલ ફરલો સ્કવોડની ટીમે બાતમીના આધારે દારૂનો જથ્થો ભરેલી તુફાન જીપ સાથે ઘાંચીવાડના શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ મોરબી રોડ પરથી દારૂનો જથ્થો ભરેલી તુફાન જીપ પસાર થવાની હોવાની પેરોલ ફરલો સ્કવોડના કોન્સ. સીરાજભાઇ ચાનીયા, યોગેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ રાણાને બાતમી મળતા મોરબી રોડ પર વોચમાં હતા. ત્યારે ત્યાંથી પસાર થતી એક જીજે૪ એકસ૯૫૮૬ નંબરની તુફાન જીપને રતનપર બસ સ્ટેશન પાસે શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી રૂ. ૨૪ હજારની કિંમતની દારૂની ૬૦ બોટલ સાથે તુફાનના ચાલક વસીમ જમાલભાઇ ભટ્ટી (ઉવ.૨૪) (રહે. ધાંચીવાડ શેરી નં.૧ જીજ્ઞેશભાઇના મકાનમાં ભાડે મૂળ જૂનાગઢ)ને પકડી લઇ દારૂનો જથ્થા અને તુફાન જીપ મળી રૂ. ૯૪ હજારની મતા કબ્જે કરી હતી. આ કામગીરી એસીપી ડી.વી.બસીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઇ એમ.એમ.અંસારી, હેડ કોન્સ. ઝહીરભાઇ ખફીફ, કોન્સ.અનીલસિંહ, યુવરાજસિંહ, સીરાજભાઇ, યોગેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી હતી. 

(2:59 pm IST)