રાજકોટ
News of Wednesday, 25th November 2020

પંચાયતના કારોબારી અધ્યક્ષની ચૂંટણી ડીસેમ્બરના પ્રારંભે

પોતાને હટાવવા સામે સ્ટે. મેળવવા પાદરિયાના પ્રયાસો

રાજકોટ તા. રપઃ રાજયના વિકાસ કમિશનરે લાંચ પ્રકરણમાં કારોબારી અધ્યક્ષ કે. પી. પાદરિયાને હોદા પરથી હટાવતા અધ્યક્ષની જગ્યા ખાલી પડી છે. તેના માટે ડીસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ચૂંટણી યોજવા વહીવટી તંત્રએ ચક્રો ગતિમાન કર્યાના નિર્દેષ છે બીજી તરફ કે. પી. પાદરિયાએ હાથમાંથી સરકી ગયેલ કારોબારી અધ્યક્ષ પદ પાછું મેળવવા હાઇકોર્ટનું શરણું લેવાનું જાહેર કર્યું છે. જો તેમના વિકાસ કમિશનરના હુકમ સામે સ્ટે. મળે તો પરિસ્થિતિ બદલાય શકે છે.

ચાલુ નાણાકીય વર્ષનું સુધારેલું બજેટ કારોબારીમાં મંજુર કરવું જરૂરી છે તેના માટે ડીસેમ્બર સુધીની સમય મર્યાદા હોય છે. કારોબારીના આધારે સામાન્ય સભાનો સમય નકકી થશે. ચૂંટાયેલા સભ્યોને પૂરવણી તરીકે વધારાની ગ્રાન્ટ મળવાની સંભાવના છે.

(4:03 pm IST)