રાજકોટ
News of Wednesday, 25th November 2020

એડીશ્નલ કલેકટર સમક્ષ વિખ્યાત ૧૧ પેઢીઓના સેમ્પલ ફેલ અંગે સુનાવણી : બપોર બાદ લાખોનો દંડ ફટકારાશે

રાજકોટ, તા. ૨૫ : તાજેતરમાં કોર્પોરેશન ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વિવિધ પેઢીમાં કરેલા ચેકીંગ અને લીધેલા નમૂના ફેલ થવાના કેસોમાં આજે એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડ્યા સમક્ષ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ તથા ૧૧ પેઢીના આસામીઓ વચ્ચે કલીયરીંગ યોજાયુ હતું.

જે મહત્વની પેઢીના કલીયરીંગ થયા તેમાં એક હિરેન ગોકળ મહેતા (શ્રીજી બેવરીઝીસ), બ્રીસલીપ બ્રાન્ડ વોટર્સ, સુરભી અમૃત ડેરી મોવૈયા, રસમલાઈ, શ્રીકાન્ત ગાયનું ઘી, જીનમીલ સીંગતેલ, મીરા બ્રાન્ડ સિલ્વર લીવ આ સહિત કુલ ૧૧ પેઢીના કેસોનું એડીશ્નલ કલેકટર દ્વારા કલીયરીંગ કરાયુ હતું. કેસોની સુનાવણી પૂરી થઈ છે. બપોર બાદ લાખો રૂપિયાના દંડ ફટકારાશે તેમ એડીશ્નલ કલેકટર કચેરીના વર્તુળોએ જણાવ્યુ હતું.

(4:02 pm IST)