રાજકોટ
News of Wednesday, 25th November 2020

વડાપ્રધાનનું આત્મનિર્ભરનું સ્વપ્ન ગુજરાતમાં સર્વ પ્રથમ રાજકોટ પોલીસે સાકાર કર્યુ

પોલીસ પરિવારની યુવતીઓ અને મહિલા પોલીસ દ્વારા અદ્યતન બ્યુટી પાર્લર સ્ટુડીયોનો પ્રારંભ.. આત્મ નિર્ભર કેન્દ્રમાં તજજ્ઞ દ્વારા તાલીમ મેળવી પરિવારને મદદરૂપ થવાનો સંતોષ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ કહે છે પોલીસ પરિવારના યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો અમારો હવે પછીનો પ્રોજેકટ : નામાંકિત બ્યુટી પાર્લરમા જતી જાણીતી મહિલા હસ્તીઓના માટે બ્યુટી પાર્લરની મુલાકાત એક વખત લેવી યાદગાર સંભારણું બની જશે

રાજકોટ તા.૨૫ : વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આત્મનિર્ભર સૂત્રને સાર્થક કરવા માટે ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાજકોટ સિટી પોલીસ પહેલ કરી પોલીસ પરિવારને આત્મનિર્ભર બનાવવા સાથે પરિવારને આર્થિક ટેકો પૂરો પાડી શકે તેવા ઉદ્દેશ સાથે બહેનો માટે પ્રોફેશનલ બ્યુટી પાર્લરના ટક્કર મારે તે પ્રકારનો આત્મ નિર્ભર. નારી સ્ટુડીયો તથા આત્મનિર્ભર નારી કેન્દ્રનો પ્રારંભ થયો છે.

ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં પોલીસ પરિવારના મોભીને છાજે તે રીતના આ આયોજન અંગેની વિગતો આપતા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે જણાવેલ કે અમારા ૧૮૦૦ જેટલા પોલીસ પરિવારની મહિલાઓને નિષ્ણાત દ્વારા તાલીમ આપી અને આ તાલીમબદ્ઘ બહેનો જ જાતે બ્યુટી પાર્લર ચલાવવા લાગી છે.

પરિવારને ઘેર બેઠા આર્થિક મદદરૂપ પરિવારની મહિલાઓ બ્યુટી પાર્લરના માધ્યમ થી મદદરૂપ થવા સાથે પોતે પણ આત્મનિર્ભર છે તે પ્રકારે વડા પ્રધાન તથા તેમના સ્વપ્નને સાકાર કરવા ઝઝૂમતી રાજય સરકારના કલ્યાણકારી પ્રોજેકટમાં રાજકોટ પોલીસ મોખરે રહે તેવો ઉમદા હેતુ છે.

ઉકત પ્રોજેકટ અંગે જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહમદે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલકે પોલીસ કમિશનરશ્રી લાંબા સમયથી પોલીસ પરિવારની બહેનો અને યવતીઓ આત્મનિર્ભર બને અને પોતાના બ્યુટી પાર્લર ખોલી રોજગારી મેળવે તેવા આયોજન માટે તેઓની સાથે અનેક વખત ચર્ચા કર્યા બાદ આ નિર્ણય થયો છે. પોલીસ પરિવારના યુવાનોને પણ ભવિષ્યમાં રોજગારી મળે તેવું આયોજન પણ પોલીસ કમિશનરશ્રી અને પોતે તજજ્ઞો સાથે ગોઠવી રહ્યાનું જણાવેલ.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદ દ્વારા ગુજરાતમાં સર્વ પ્રથમ એવા આ આયોજન અંગે જેવોને આ કામગીરી ની ખૂબ સુંદર તક મળી છે અને તેવા પોલીસ પરિવારના શબાનાબેન મકરાણી તથા સાધના સોલંકી મેનેજર તથા રિશિતા બેન ડાંગર ... અંજલીબેન મકવાણા હોય કે મેનેજર વર્ષાબેન મકવાણા ર્ી તમામની ખુશીનો કોઈ પાર નથી. આ બ્યુટી પાર્લર અંગે શહેરી જનોના અભિપ્રાય પણ ખૂબ ઊંચા છે. સંગીતાબેન ગઢવી વિગેરેના મતે આ બ્યુટી પાર્લરની મુલાકાત દરેક બહેનો અને યુવતીઓએ અવશ્ય લેવી જોઈએ.

(4:01 pm IST)