રાજકોટ
News of Wednesday, 25th November 2020

કર્ફયુ ફરજનો સ્ટાફ સંક્રમતિ ન થાય એ માટે ખાસ ખ્યાલ રખાય છેઃ પીઆઇ ધોળા

 તાલુકા પીઆઇ જે. વી. ધોળાએ જણાવ્યું હતું કે સરકારની ગાઇડલાઇન અને પોલીસ કમિશનરશ્રી, તથા ડીસીપીશ્રીની સુચના મુજબં મક્કમતા અને માનવતાથી પોલીસ કામ કરી રહી છે. કર્ફયુ ફરજમાં રહેતાં તમામ પોલીસ કર્મચારીઓ, ટીઆરબી, હોમગાર્ડ સહિતના સ્ટાફને રાત્રે ચા-નાસ્તો સહિતની સુવિધા મળી રહે તેમજ તેઓ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે હેન્ડ ગ્લોવ્ઝ, સેનેટાઇઝરની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ તેમના હેલ્થ કાર્ડ પણ સમયાંતરે ચેક કરી અપડેટ તેમની હેલ્થની પણ તકેદારી, તમામ સુવિધા પુરી પડાય છે.

(3:29 pm IST)