રાજકોટ
News of Wednesday, 25th November 2020

કાલની હડતાલમાં રાજકોટ પોસ્ટ ઓફીસના ૪પ કર્મચારી પણ જોડાશે : બે યુનિયન ખસી ગયા

કામગીરીને પ૦ ટકા અસર થશે : પોસ્ટમેન-ગ્રુપ-ડી-કલાર્ક-ગ્રામીણ ડાકસેવક જોડાશે

રાજકોટ, તા.રપ : ખાનગીકરણના વિરોધમાં કાલે બેંક હડતાલ છે, તેમાં એલઆઇસીના કર્મચારીઓ પણ દેશભરમાં જોડાનાર છે.

દરમિયાન હડતાલમાં પોસ્ટલના ત્રણ યુનિયનમાંથી ઓલ ઇન્ડીયા પોસ્ટ યુનિયન સાથે સંકળાયેલ કર્મચારીઓ જોડાનાર છે. રાજકોટમાં આવા ૪પ કર્મચારી છે, જે હડતાલ ઉપર ઉતરી જશે જેના રાજકોટ પોસ્ટલ તંત્રથી પ૦ ટકા કામગીરીને અસર થશે. ટપાલ વિતરણ પણ ખોરંભાશે. ટેબલ વર્ક અટકશે, ગામડામાં ટપાલ નહિ પહોંચે, કારણ કે આ ૪પ કર્મચારીમાં પોસ્ટમેન, ગ્રુપ-ડી, કલાર્ક અને ગ્રામીણ ડાક સેવકનો સમાવેશ થાય છે. રાજકોટમાં હડતાલ અંગે ઓલ ઇન્ડિયા પોસ્ટલ યુનિયનના પ્રમુખશ્રી ચુડાસમા દ્વારા કાર્યવાહી થઇ રહી છે.

દરમિયાન દેશવ્યાપી આ હડતાલમાં પોસ્ટલના અન્ય બે યુનિયનો નેશનલ પોસ્ટલ યુનિયન અને ભારતીય પોસ્ટલ કર્મચારી યુનિયન ખસી જતા આ બંને યુનિયન સાથે સંકળાયેલ કર્મચારીઓ હડતાલમાં નહિ જોડાય.

(3:25 pm IST)