રાજકોટ
News of Wednesday, 25th November 2020

મધ્યપ્રદેશથી ગુમ યુવતીને શોધી કાઢતી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમ

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી.વી બસીયાએ ગુમ અને અપહરણ થયેલા બાળકોને શોધી કાઢવા માટે અન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમને સૂચના આપતા એસ.ઓજી.ના પી.આઇઆર.વાય.રાવલની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.એસ.અંસારી, હેડ કોન્સ બકુલભાઇ, મહંમદભાઇ અઝરૂદીનભાઇ બુખારી, મહિલા કોન્સ સોનાબેન મુળીયા અને ભુમીકાબેન ઠાકર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ મહંમદ અઝરૂદીનભાઇ, કોન્સ સોનાબેન તથા ભુમીકાબેનને મળેલી બાતમીના આધારે માનસરોવર સુંદરમપાર્કમાંથી એક યુવતી મળી આવતા પોલીસે તેના પરિવાર વિશે પૂછતા તે મધ્યપ્રદેશના કંદવા ગામની હોવાનું જણાવતા હ્યયુમન ટ્રાફીકીંગની ટીમે મધ્યપ્રદેશના બંડા પોલીસ મથકમાં સંપર્ક કરતા ત્યાં ગુમની નોંધ થઇ હોવાનું જાણવા મળતા યુવતીને એમપીના બંડા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

(2:37 pm IST)