ગાંજા સાથે પકડાયેલા ખોડિયારનગરના બસીર ઉર્ફ બાદલને પાસામાં ધકેલી દેવાયો
સીઆઇડી ક્રાઇમના ડીજીપીએ દરખાસ્ત મંજુર કરતાં ભકિતનગર પોલીસે વોરન્ટ બજવણી કરી
રાજકોટ તા. ૨૫: માદક પદાર્થ સાથે પકડાયેલા શખ્સોને પણ પાસામાં ધકેલવાના નવા કાયદા મુજબ વધુ એક શખ્સ ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં રહેતાં બસીર ઉર્ફ બાદલ હાસમભાઇ સુથા (સુમરા) (ઉ.વ.૩૨)ને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પાસા તળે જેલભેગો કર્યો છે.
નારકોટીકસના ગુનામાં સામેલ હોય તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત સીઆઇડી ક્રાઇમના ડીજીપીને જ મંજુર કરવાની સત્તા હોઇ દરખાસ્ત તૈયાર કરાવી ત્યાં મોકલવામાં આવતી તે મંજુર થઇ હતી. બસીર ઉર્ફ બાદલ અગાઉ ગાંજા સાથે પકડાયો હતો.
પાસા વોરન્ટની દરખાસ્ત તૈયાર કરવાની કાર્યવાહી અને વોરન્ટ બજવણીની કાર્યવાહી ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા, પીસીબી પીઆઇ એન. કે. જાડેજા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, મનિષભાઇ સિરોડીયા, દિવ્યરાજસિંહ ઝાલા, હોમગાર્ડ હાર્દિક પીપળીયા, પીસીબીના રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી, પારસભાઇ અને હિતેષભાઇએ કરી હતી.