રાજકોટ
News of Monday, 25th October 2021

આરોગ્યના આઉટસોર્સ કર્મચારીઓને બે માસથી પગાર મળ્યો નથી !

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત

રાજકોટ તા. રપ : જિલ્લા પંચાયત સંલગ્ન ગોંડલ બ્લોકના એન.પી.એચ.ડબલ્યુ (આરોગ્ય કર્મચારીઓ) એ પોતાને કોન્ટ્રાકટ એજન્સી દ્વારા બે માસનો પગાર ન મળ્યાની ડી.ડી.ઓને લેખિત રજુઆત કરી છે.

આઉટસોર્સના એમ.જે. સોલંકી દ્વારા જાન્યુઆરી ર૦ર૧ થી આજ દિન સુધી કપાત પી.એફ. તથા ઓગષ્ટ અને સપ્ટેમ્બર માસનો પગાર જમા કરેલ નથી. હાલ દિવાનીનો તહેવાર આવી રહેલ હોય અને તહેવારનો માહોલ હોય. અર્માનો આ પગાર ર માસનો તથા જાન્યુઆરી ર૦ર૧ થી આજદિન સુધીનુ઼ કપાત પીએફ વહેલામાં વહેલી તકે અમારા એકાઉન્ટમાં જમા કરે તેવી આપ વિનંતી તેમ રજુઆતમાં જણાવ્યું છે.

(3:44 pm IST)