રાજકોટ
News of Monday, 25th October 2021

કારખાનેદાર ઉમેશ પટેલના ફલેટમાંથી દારૂ-બીયરનો જથ્થો મળતાં ધરપકડ

ક્રાઇમ બ્રાંચના પીઍસઆઇ વી. જે. જાડેજાની ટીમે અમીન માર્ગ પર આવેલા સૂર્યપાર્કના ફલેટમાં દરોડો પાડી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૫ઃ અમીન માર્ગ પર સૂર્યપાર્ક શેરી નં. ૨માં આવેલા ઍફ-૨ ફલેટ નં. ૪માં રહેતાં અને યોગી કાટર્સ નામે પાવડર કોટીંગનું કારખાનુ ધરાવતાં પટેલ ઉમેશ રમેશભાઇ કાપડીયા (ઉ.વ.૩૬)ના ઘરમાં ગેરકાયદેસર રીતે દારૂ-બીયરનો જથ્થો રાખવામાં આવ્યાની બાતમી ડીસીબીના ઍઍસઆઇ જયેશભાઇ નિમાવત અને કોન્સ. મહેશ ચાવડાને મળતાં દરોડો પાડી તલાશી લેતાં ફલેટમાંથી ઍબ્સોલ્યુટ વોડકા, સુલા વાઇન, બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હીસ્કી, રીસોલ્યુટ બ્લેક વોડકા, કાબો કોકોનટ પ્રોડક્ટની ત્રણ બોટલો, બડવાઇઝર બીયરના ટીન ૧૯ મળી ૪૭૦૦નો જથ્થો મળતાં ગુનો નોîધી ધરપકડ કરવામાં આવી હતી. ઍસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની સુચના મુજબ પીઍસઆઇ વી. જે. જાડેજા, જયેશભાઇ નિમાવત,  હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, શક્તિસિંહ ગોહિલ, જયદિપસિંહ બોરાણા, નેહલબેન મકવાણાઍ આ કામગીરી કરી હતી. 

(3:08 pm IST)