રાજકોટ
News of Sunday, 25th October 2020

ક્રાઇમ બ્રાંચે જલજીત સોસાયટીના યસ હન્સોરાને ૧૮ બોટલ દારૂ સાથે પકડયો

રાજકોટ : ક્રાઇમ બ્રાંચના જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા અને મહેન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી પીાઇ વી.કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી.જે. જાડેજા અને ટીમે જીલજીત સોસાયટી-પમાં રહેતા યસ વિનોદભાઇ હન્સોરા (ઉ.૧૯) ને રૂ. ૬૩૦૦ ના ૧૮ બોટલ દારૂ સાથે પકડી લઇ એકટીવા, બે ફોન મળી ૪૭૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વેલનાથપરાનો મયુર ૧ર બોટલ સાથે પકડાયો

જયારે બી-ડીવીઝન પીઆઇ ઔસુરાની રાહબરીમાં પીએસઆઇ ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, હેડ કોન્સ. સલિમભાઇ માડમ, કોન્સ. હેમેન્દ્રભાઇ સહિતે મોરબી રોડ વેલનાથપરાના મયુર કાનજીભાઇ સવરૈયાનો દારૂની ૧ર બોટલ સાથે પકડયો હતો.

યોગી પાર્કનો વલ્લભ ર૯ બોટલ સાથે પકડાયો

બી-ડીવીઝનની ઉપરોકત ટીમ તથા કોન્સ. સંજયભાઇ સહિતે મોરબી રોડ યોગી પાર્ક-૧ના વલ્લભ પોપટભાઇ સાંગણી (ઉ.પ૭) ને રૂ. પ૮,૦૦૦ના ર૯ બોટલ દારૂ સાથે સેટેલાઇટ ચોકમાંથી પકડી લીધો હતો. આ દારૂ તે સ્વીફટ ડિઝાયર કારમાં લઇ નીકળતાં ૪ લાખની કાર પણ કબ્જે કરાઇ હતી.

(3:09 pm IST)