રાજકોટ
News of Sunday, 25th October 2020

નિંભર તંત્રના કારણે વોર્ડ નં.૩માં છતે પાણીએ લોકો પરેશાનઃ કોંગ્રેસ

વિવિધ વિસ્તારોમાં ધીમા અને ગટરના ગંદા પાણીનું વિતરણઃ તાકિદે સમસ્યા ઉકેલવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની માંગ

રાજકોટ તા.ર૪ : શહેરના વોર્ડ નં.૩ ના વિવિધ વિસ્તારમાં ધીમા નિભંર તંત્રનાકારણે ફોર્સથી તો કયાંક ગટરના ગંધાતા પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાથી લોકોપરેશાન હોવાનો આક્ષેપ કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે ગાયત્રીબાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૩ના વિસ્તારના કોઇને કોઇ લતામાંથી રોજે રોજ પાણી વિતરણની ખામીઓની અનેક ફરીયાદો સામે આવે છે લતાવાસીઓથી લઇને રજુઆત કરવા છતા કોઇજ કાયમી ઉકેલ આવ્યો હતો. અને વિતરણ વ્યવસ્થાની ખામીના કારણે કયાંક ઓછા ફોર્સથી તો કયાંક ગટરના ગંધાતા પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જાય છે.

વધુમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે જંકશન-ગાયકવાડી વિસ્તારના શેરી નં.૧૦ માં રહેતા કૌશીકભાઇ જોષી દ્વારા તદ્દન ધીમાં ફોર્સથી પાણી વિતરણ થતું હોવાની ફરીયાદ કમ્પ્લેન તા.ર૦ ઓકટોબર તથા ફરી કમ્પ્લેન તા.૧૧/૧૦ ઓકટોબરે ઓનલાઇન કમ્પ્લેન કરવા છતા અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા વોર્ડ ઇજનેરને રજુઆત કરવા છતા પણ ૧ મહિનો પુરો થયો છતા આ સમસ્યાનું નિરાકરણ આવેલ નથી. અને લોકોને પુરતા ફોર્સથી ર૦ મીનીટ પાણી મળતું નથી તેવો આક્ષેપ કર્યો હતો.

પ્રજાને સ્માર્ટ સીટીની વાતો કરી સમાર્ટ સપના દેખાડનારા ભાજપના નપાણીયા શાસકો પુરતા ફોર્સની ર૦ મીનીટ પણ જનતાને પાણી પુરૂ પાડી શકતા નથી અને પાયાની સુવિધા પુરી પાડવામાં મ.ન.પા. તંત્ર નિષ્ફળ નિવડયાનો આક્ષેપ ગાયત્રીબા વાઘેલાએ અંતમાં કર્યો છે.

(3:12 pm IST)