રાજકોટ
News of Saturday, 25th September 2021

મોરબી રોડ સેટેલાઇટ ચોકમાં બકાલી દંપતિ અને પુત્રી પર જગ્યા માટે હુમલો

મરચાની ભારીઓ રાખવા માટે બીજા બકાલીઓએ ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૨૫: મોરબી રોડ પર સોમનાથ સોસાયટી-૨માં રહેતાં જગદીશભાઇ સોલંકી (દેવીપૂજક), તેના પત્નિ વિમલાબેન સોલંકી અને પુત્રશી ચંદા સેટેલાઇટ ચોકમાં બકાલૂ વેંચવા બેઠા હોઇ ત્યારે બીજા બકાલીઓએ પોતાની મરચાની ભારીઓ રાખવા માટે જગ્યા મામલે ઝઘડો કરી ત્રણેયને મારકુટ કરતાં હોસ્પિટલે પહોંચ્યા હતાં. અહિ વિમલાબેન (ઉ.૩૫)ને દાખલ કરવામાં આવતાં બી-ડિવીઝનને જાણ કરાઇ હતી.

જગદીશભાઇના કહેવા મુજબ તેની પત્નિ અને પુત્રી સેટેલાઇટ ચોકમાં બકાલુ વેંચવા બેઠી હતી. પોતે ફેરી કરવા ગયા હતાં. એ દરમિયાન બીજા બકાલીએ દિકરીનું બકાલુ ફગાવી દઇ પોતાને મરચાની ભારી રાખવી છે તેમ કહી ઝઘડો કર્યો હતો. પોતે તેને સમજાવવા જતાં મારામારી થઇ હતી.

શિવધારામાં નિકુંજ રામાવત પર અજાણ્યા શખ્સોનો હુમલો

કોઠારીયા સોલવન્ટ પાસે સિતારામ  સોસાયટીમાં રહેતાં નિકુંજ અતુલભાઇ રામાવત (ઉ.વ.૨૨)ને રાતે સવા અગિયારેક વાગ્યે શિવધારા રોડ લિજ્જત પાપડ પાસે અજાથયા શખ્સે હુમલો કરી છરી લાકડીથી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી. જો કે પોલીસ  પહોંચી ત્યારે તે રજા લઇ લીધી હોઇ નિવેદન નોંધી શકાયું નહોતું.

(12:54 pm IST)