રાજકોટ
News of Tuesday, 25th September 2018

મહાત્મા ગાંધી રીટનર્સ નાટક જિલ્લા કક્ષાએ પ્રથમ

સ્વ. શ્રી એસ.જી. ધોળકિયા શાળા દ્વારા પ્રસ્તુત

રાજકોટઃ ચાલુ વર્ષે સમગ્ર ભારતમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી આખુ વર્ષ ચાલવાની છે તેના ભાગ રૂપે  રાજકોટ શહેર-જીલ્લાની શાળાઓ માટે મહાત્મા ગાંધીના જીવન પર આધારીત નાટયકૃતિઓની હરિફાઇનું આયોજન થયું હતું. સ્પર્ધાઓમાં સ્વ. શ્રી એસ.જી. ધોળકિયા મેમો. શાળા સંકુલના બાળ નાટય કલાકારોએ ''ગાંધી રીટનર્સ'' તે નામથી નાટક રજૂ કર્યુ. આ નાટકમાં મહાત્મા ગાંધીના વિચારોથી આજનું બાળક પ્રેરણા મેળવે અને ઉજજવળ ભારતના નિર્માણમાં સહયોગી બને તેવી લાગણી વ્યકત કરવામાં આવી હતી. આ નાટક સમગ્ર જીલ્લામાં પ્રથમ ક્રમે મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જીતુભાઇ ધોળકિયા તથા શ્રી કૃષ્ણકાંતભાઇ ધોળકિયાએ બાળકોને ગાંધીજીના જીવનમાંથી ઉતમગુણો રજૂ કરવા બદલ અભિનંદન પાઠવેલ હતા.(૨૨.૯)

(4:28 pm IST)