રાજકોટ
News of Tuesday, 25th September 2018

પીઠડ આઇ સોસાયટીમાં પતિના હાથે પાણી પીધા બાદ કોળી સગર્ભાએ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૫: જિંદગીની સફર ગમે ત્યારે પુરી થઇ જતી હોય છે. આજી ડેમથી આગળ માંડા ડુંગર પાસે પીઠડ આઇ સોસાયટીમાં રહેતાં કૈલાસબેન શૈલેષભાઇ ડાભી (ઉ.૩૫) નામના કોળી મહિલા સાથે આવું જ બન્યું હતું. મોડી રાત્રે સવા એકાદ વાગ્યે આ મહિલાને મુંજવણ જેવું થતાં પતિને ઉઠાડી પાણી માંગ્યું હતું. પતિએ પાણી પીવડાવતાં જ તેણી બેભાન થઇ ગયા હતાં. તાકીદે તેણીને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. કરૂણતા એ છે કે આ મહિલાના પેટમાં સાત માસનો ગર્ભ હતો અને બબ્બે બાળકો ગર્ભમાં ઉછરી રહ્યા હતાં. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને હેમેન્દ્રભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કૈલાસબેનના પતિ શૈલેષભાઇ કાનાભાઇ ડાભી રેતીની ગાડી ભરવાની મજૂરી કરે છે. તેણીને સંતાનમાં એક પુત્રી સંધ્યા છે જે ચાર વર્ષની છે. માવતર ચોટીલાના ત્રાજપર ગામે રહે છે. પરિવારજનો ઘરમાં નવા મહેમાનની પધરામણી થવાની હોઇ તેની ખુશીમાં હતાં ત્યાં જ કૈલાસબેનનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં સ્વજનોમાં ગમગીની વ્યાપી ગઇ છે. (૧૪.૬)

(4:19 pm IST)