રાજકોટ
News of Tuesday, 25th September 2018

રેસકોર્ષ રીંગ રોડની શોભા વધારનારા ફુલછોડની હાલત કચરા પેટી જેવી

રાજકોટઃ શહેરના ઘરેણા સમાન રેસકોર્ષ રીંગ રોડ ઉપર છેલ્લા ૧૦-૧૦ વર્ષથી શોભતા ડીવાઇડરોના ફુલછોડને મ્યુનિસીપલ કોર્પોરેશનનાં તંત્ર વાહકો હવે દુર કરી દીધા છે કેમ કે હવે નવા અદ્યતન ડીવાઇડરો બને છે. પરંતુ વિકાસનાં આ કાર્ય પાછળ જાણ્યે-અજાણ્યે તંત્ર વાહકો વિનાશ કરી રહયા છે. કેમ કે જે ફુલછોડ ૧-૧૦ વર્ષથી રેસકોર્ષ રીંગ રોડને શોભાવતાં હતા તે ફુલછોડને આજે કચરા ટોપલીની માફક રેસકોર્ષ મેદાનમાં ફેંકી દેવામાં આવ્યા છે તંત્રની આ બેદરકારીનો પર્દાફાશ ઉપરોકત તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:41 pm IST)