રાજકોટ
News of Sunday, 25th August 2019

જ્યુબીલી બાગ નજીક મ્યુ. કોર્પોરેશનનું વાહન ડિવાઇડર પર ચડી ગયું: નુકસાન

રાજકોટઃ સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું વેસ્ટકેરીંગ વાહન જ્યુબીલી બાગ નજીક મહાત્મા ગાંધી મ્યુઝિયમ પાસે ચાલકે કોઇ કારણોસર કાબૂ ગુમાવતાં રોડ ડિવાઇડર પર ચડી ગયું હતું. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી. પરંતુ ડિવાઇડર વચ્ચેના નાના છોડવાઓને અને રેલીંગને નુકસાન થયું હતું. આ વખતે કાર્યકર રાજુભાઇ જુંજા પસાર થતાં તેમણે બીજા એક વાહનની મદદથી કોર્પોરેશનના વાહને ટોઇંગ કરી બહાર કઢાવ્યું હતું.

(11:07 am IST)