રાજકોટ
News of Saturday, 25th June 2022

પોપટપરામાં મકાનમાંથી દારૂની ૬રબોટલ સાથે રાજેન્‍દ્ર સિંહની ધરપકડ

ક્રાઇમ બ્રાંચનો દરોડો : કુલદીપસિંહની શોધખોળ

રાજકોટ, તા. રપ : પોપટપરામાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી દારૂની ૬ર બોટલ સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પોપટપરા શેરી નં. ૯/૧રમાં આવેલા એક મકાનમાં દારૂનો જથ્‍થો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના  પી.એસ.આઇ. બી.વી. બોરીસાગર તથા એ.એસ. આઇ. ફરીદભાઇ શેખ સહિતના સ્‍ટાફે દરોડો પાડી મકાનમાંથી રૂા. ર૯પ૦૦ ની કિંમતની દારૂની ૬ર બોટલ સાથે રાજેન્‍દ્રસિંહ જશુભા ઝાલા (ઉ.વ.પ૦) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી પુછપરછ દરમ્‍યાન રેલનગર રામ પાર્કના કુલદીપસિંહ વિજેન્‍દ્રસિંહ જાડેજાનું નામ ખુલતા તેની શોધખોળ આદરી છે.

(4:28 pm IST)