રાજકોટ
News of Saturday, 25th June 2022

રાજકોટ જિલ્લામાં ૩ દિ'માં ૧પ૮૦૬ બાળકોને ધો. ૧ માં પ્રવેશ : સણોસરામાં શિક્ષણાધિકારી સરડવાની હાજરી

રાજકોટ, તા. રપ : રાજય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ધો. ૧ માં બાળકોને પ્રવેશ આપવા માટે યોજાયેલ શાળા પ્રવેશોત્‍સવનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી અધિકારી ડી.આર. સરડવાએ રાજકોટ તાલુકાની સણોસરા ખાતેથી શાળામાં હાજરી આપી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા શુભેચ્‍છા પાઠવી હતી.

રાજકોટ જિલ્લામાં આજે બપોર સુધીમાં ૮૧૪૦ કુમાર અને ૭૬૬૬ કન્‍યા ઓ સહિત કુલ ૧પ૮૦૬ વિદ્યાર્થીઓને ધો. ૧માં પ્રવેશ અપાયો છે. તે પૈકી ૩૪ બાળકો વિકલાંગ છે. આંગણવાડી અને બાલમંદિરમાં કુલ ૮૯૯૯ બાળકોનું નામાંકન કરવામાં આવ્‍યું છે. ત્રણ દિવસમાં શાળા પ્રવેશોત્‍સવમાં ૬રર ગામોને આવરી લેવામાં આવેલ છે. ૮૭પ શાળાઓમાં પ૦૭ મહાનુભાવોએ મુલાકાત લઇ બાળકોને શિક્ષકોને પ્રોત્‍સાહિત કરેલ છે.

(4:10 pm IST)