રાજકોટ
News of Saturday, 25th June 2022

ડો.શ્‍યામાપ્રસાદ બલિદાન દિવસ નિમિતે શહેર યુવા ભાજપ દ્વારા કાલથી તમામ વોર્ડમાં રકતદાન કેમ્‍પ

રાજકોટ,તા. ૨૫ : શહેર યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજી બલિદાન દિવસ નિમિતે રકતદાન કેમ્‍પનુ આયોજન કરવામાં આવનાર હોય, તે અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ કાલ તા.ર૬ થી તા.ર૯ દરમ્‍યાન શહેરના તમામ વોર્ડમાં તબકકાવાર મેગા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવશે.

તા. ૨૬ના જેમાં વોર્ડ નં. ૧માં ધર્મેશ્‍વર મહાદેવ,ધરમનગર ખાતે, વોર્ડ નં. ૨માં મહર્ષી શાળા નં.પ૯,બજરંગવાડીખાતે, વોર્ડ નં. ૩માં શાળા નં.૪૦, સીંધી કોલોની શાક મારકેટ પાસે, વોર્ડ નં. ૪માં હીતેશભાઈ મઠીયાની સ્‍કુલ, વોર્ડ નં. ૫માં હુડકો કવાર્ટર કોમ્‍યુ. હોલ, વોર્ડ નં. ૬માં  ભોજલરામ વાડી, સંતકબીર રોડ ખાતે, વોર્ડ નં. ૭માં પંચનાથ મંદીરે વોર્ડ નં. ૮માં ભાજપ કાર્યાલય, અક્ષર સ્‍કુલ, વોર્ડ નં. ૯માં નંદનવન હોલ ખાતે યોજાશે.

તા. ૨૯ના વોર્ડ નં. ૧૧માં સોરઠીયા પરીવારની વાડી, મવડી ખાતે, તા. ૨૬ના વોર્ડ નં. ૧૨માં તપન સ્‍કુલ, ૮૦ ફુટ રોડ, મવડી ખાતે, વોર્ડ નં. ૧૩માં સ્‍વામીનારાયણ ચોક ખાતે, વોર્ડ નં. ૧૪માં બાલકીશોર વિદ્યાલય ખાતે

તા. ૨૯ના વોર્ડ નં. ૧૫માં આજી વસાહત મેઈન રોડ, જનસેવા કાર્યાલય ખાતે, વોર્ડ નં. ૧૬માં લુહાર સમાજની વાડી ખાતે તેમજ તા. ૨૬ના વોર્ડ નં. ૧૭માં નવનીત હોલ ખાતે અને તા. ૨૯ના વોર્ડ નં. ૧૮માં  બ્રહમાણી હોલ, કોઠારીયા રોડ ખાતે રકતદાન કેમ્‍પ યોજાશે

(4:08 pm IST)