રાજકોટ
News of Saturday, 25th June 2022

ચોમાસુ કયાંય આસપાસ નહી પણ કાવ્‍યોની સંગીતાત્‍મક પ્રસ્‍તુતિથી શ્રોતાઓના હૈયામાં બેસુમાર વરસી ગયુ...

રાજકોટઃ જાણીતી ટીવી ચેનલ વીટીવી અને જૈન વિઝનના સંયુકત ઉપક્રમે ચોમાસાના આગમનને આવકારવા માટ મારૂ ચોમાસુ કયાંક આસપાસ છે. અંતર્ગત સુગમસંગીતના સમર્થ સ્‍વર સાધકો-ગાયકો અને વાદ્યવૃંદના શ્રેષ્‍ઠતમ સર્વ કલાકારો થકી યાદગાર રહી હતી. અવિરત ચાર કલાક સુધી ગુજરાતી કાવ્‍યોની સંગીતાત્‍મક પ્રસ્‍તુતી થકી ચોમાસુ કયાંય આસપાસ નહી પણ શ્રોતાઓના હૈયામાં જ ચોમાસુ બેસુમાર વરસીને સૌ શ્રોતાગણને ભરપુર ભીંજવી ગયું હતું. શબ્‍દ-સુરની હેલીનો પ્રારંભ સુ-પ્રસિધ્‍ધ સ્‍વર સાધિકા ગાર્ગી વોરાના કંઠથી હવે મંદિરના બારણા ઉઘાડો(વર્ષાદેવી) મોર માત... અને માડી તારૂ કંકુ ખર્યુને સુરજ ઉગ્‍યો. ના ભકિતમય સ્‍વરથી થયો હતો. અમદાવાદના ગાયક પ્રહર વોરા (આઠે પ્રહર સાંભળવા જેવો ગાયક) ના કંઠે એમ.પુછીને થાય નહી પ્રેમ પ્રસ્‍તુત થયું રમેશ પારેખ  રવાનું વિશ્વ પ્રસિધ્‍ધ સાંગરિયા ગીત નીધિ ધોળકીયા-પોટા દ્વારા સમર્થ સ્‍વરમાં ગુંજી ઉઠયું એ ગીતના શબ્‍દ-સ્‍વરમાં નીચી ઓતપ્રોત થઇ પ્રસ્‍તુતીની સ્‍વરાનુભુતિના શિખરે પહોંચ્‍યા હતા તો ગાથા પોટાએ ધ્રુવ ભટ્ટનું ચોમાસુ ગાજે છે .રાનમાં ગીત પ્રસ્‍તુત કરીને માહોલ બરકાર રાખ્‍યો હતો. આજથી યુવાપેઢીના ભાવકો માટે પ્રસિધ્‍ધ ગાયીક ચૈતાલી છાયાએ પાヘાત્‍ય સંગીતના સમન્‍વયથી સાંજજે કહો અને અન્‍ય ગીતોની ગીતશ્રેણી (મેડલી) પ્રસ્‍તુત કરી હતી. સંચાલન જાણીતા કવિ -સૂત્રધાર મિલિંદ ગઢવી દ્વારા કેટકેટલી વખત શ્રોતાઓની ભરપૂર દાદ મેળવી ગયુ હતું.  આ શાનદાર ગુજરાતી કાવ્‍ય સંગીત રાજકોટના સુગમ સંગીતના રસિયાઓ માટે વી ટીવી ચેનલના ધર્મેશ વૈદ્ય, સન્‍ની મૈયઢ અને વીટીવી ચેનલ એકટીવ ટીમ અને જૈન વિઝન સંસ્‍થાના મિલન કોઠારી, વિપુલ મહેતા અને નિલ મહેતા વગેરેના અથાગ પરિશ્રમ થકી એક અ-વિસ્‍મરણીય યાદગાર કાર્યક્રમ સૌએ મનભરીને માણ્‍યો હતો. સુ-પ્રસિધ્‍ધ સંગીતકાર આશિષ કોટક અને સમગ્ર વાદ્યવૃંદના કલાકારો કેયુર પોટા (તબલા નવાઝ), જીજ્ઞેશ ગોસાઇ (ઢોલક), ભાર્ગવ ઉમરાણીયા (ઓકટોપેક), પંકજ જેઠવા (વાંસળી), ઋષિક પરમાર (ગીટાર) વગેરે સૌએ રંગત રાખી હતી. જાણીતા સાઉન્‍ડ એન્‍જીનીયર સુનીલ પટેલનું ધ્‍વનિ સંકલન પણ કર્ણપ્રિય હતું. ગુજરાતી કાવ્‍ય આકારનું ધ્રુવ નાટક સમાજ કવિઓ અવિનાશ વ્‍યાસ, વેણીભાઇ પુરોહિત, અનિલ જોશી, રમેશ પારેખ, તુષાર શુકલ, દિલીપ રાવલ તથા સુપ્રસિધ્‍ધ સ્‍વરકાર પુરૂષોતમ ઉપાધ્‍યાય, આસિત દેસાઇ નૈમેશ જાની, સૌમિલ શ્‍યામલ મુનશી, ડો.કમલ પોટા વગેરેના શબ્‍દ-સ્‍વરના વર્ષામાં સૌ ભાવિકો એક અવિસ્‍મરણીય કાર્યક્રમ માણીને ધન્‍યતાનો અનુભવ કરતા હતા. કાર્યક્રમ પૂર્વે માત્ર થોડીક ક્ષણોની ઔપચારીકતામાં રાજકોટ પોલીસ કમિશ્‍નર, મ્‍યુનિસિપલ કમિશ્‍નર ઉપરાંત રાજકીય મહાનુભાવો સાંસદ રામભાઇ મોકરીયા ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ, ડો.વિજય દેસાણી ડો. હેમાંગ વસાવડા ભિન્‍ન-ભિન્‍ન ક્ષેત્રના અગ્રણીઓ વગેરે સૌએ કાર્યક્રમનો ગીતો માણવા માટે સંક્ષિપ્‍તમાં શુભકામનાઓ વ્‍યકત કરી હતી.

 

(12:24 pm IST)