રાજકોટ
News of Saturday, 25th June 2022

બિઝનેસ અને સેલ્‍ફ ટ્રાન્‍સફોર્મેશન ટ્રેનિંગનો ગ્રેજ્‍યુએશનનો દિવસ

રાજકોટમાં કાલે યોજાશે

રાજકોટ, તા.૨૫: સૌરાષ્‍ટ્રમાં સૌ પ્રથમવાર BNS એટલે કે બિઝનેસ અને સેલ્‍ફ ટ્રાન્‍સફોર્મેશન ટ્રેનિંગનો ગ્રેજ્‍યુએશન દિવસ તારીખ ૨૬ના રોજ હોટેલ સયાંજી ખાતે યોજવામાં આવેલ છે.
BNS એટલે કે બિઝનેસ અને સેલ્‍ફ ટ્રાન્‍સફોર્મેશન એક એવું ટ્રેનિગ પ્રોગ્રામ છે જે સૌરાષ્‍ટ્રમાં સૌપ્રથમ વાર સૌરાષ્‍ટ્રના તમામ બિઝનેસ ઓનર્સ અને એન્‍ટુએપ્રેન્‍યુર માટે ખાસ બનાવવામાં આવેલ છે.
જેમાં બિઝનેસ એટલે કે તમારા બિઝનેસને ટ્રાન્‍સફોર્મેશન કરે છે. જેમા તમારૂ સેલ્‍સ, તમારુ માર્કેટિંગ, તમારૂ એમ્‍પ્‍લોય મેનેજમેન્‍ટ, અને ઓવેર ઓલ તમારા બિઝનેસનો ગ્રોથ તમે કેવી રીતે કરી શકો તે તેના અલગ અલગ સેશન લેવામાં આવેલા હતા, પૂરા વર્ષ દરમ્‍યાન.
તેની સાથે સાથે સેલ્‍ફ ટ્રાન્‍સફોર્મેશન એટલે કે તમારો પર્સનલ ગ્રોથ, તમારી પર્સનાલિટી ડેવલોપમેન્‍ટ, પબ્‍લિક સ્‍પીકિંગ, મેમરી પાવર, સાથે સાથે યોગ અને સાધના સાથે પણ કેવી રીતે તેનો સંયોગ કરી અને તમારા સેલ્‍ફને ટ્રાન્‍સફર કરી એ આ ટ્રેનિગમાં શીખવવામાં આવ્‍યું હતું.
આ ટોટલ ટ્રેનિંગ એ લાઇવ ટ્રાન્‍સફોર્મેશન પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્‍ટર એક પ્રખર વક્‍તા અને એક બિઝનેસ કોચ શ્રી હાર્દિકભાઈ મજીઠીયા દ્વારા આ કંડક્‍ટ કરવામાં આવેલ હતું.
હાર્દિકભાઇ મજીઠીયા છેલ્લા ૧૫ વર્ષથી આ ફિલ્‍ડમા એક બિઝનેસ કોચ તરીકે કાર્યરત છે અને એમણે ૧૦૦૦થી વધારે લોકો અથવા બિઝનેસ ઓવનર્સને એમના વાઇફમાં ટ્રાન્‍સફોર્મ કરી અને એમને ગ્રોથની નવા પાથ પર લઇ ગયા છે.
તો તારીખ ૨૬ના રોજ તમામ bnsના મેમ્‍બર્સ જે સૌરાષ્‍ટ્રમાં ૧૦૦ થી વધારે લોકો છે તે દરેકને ગ્રેજ્‍યુએશન પ્રોગ્રામ કરવામાં આવેલ છે.
આ ગ્રેજ્‍યુએશન પ્રોગ્રામમાં મુખ્‍ય અતિથિ તરીકે પુજારા ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્‍ટર શ્રી યોગેશભાઇ પૂજારાની ખાસહાજરી આપવામાં આવેલ છે તો એ ખાસ નોંધ લેવી.

 

(10:49 am IST)