રાજકોટ
News of Friday, 25th June 2021

માલવીયા ગ્રુપ દ્વારા કોર્પોરેટ પ્રોજકેટ માલવીયા કોઈન્સ આકાર લઈ રહ્યો છે

રાજકોટઃ શ્રી વિશાલ શાહ જણાવે છે કે તેમના દ્વારા રચાયેલ માલવિયા ગ્રુપ દ્વારા માલવીયા ચોકમાં પ્રિમીયમ શો-રૂમ અને ઓફિસ માટે કોર્પોરેટ પ્રોજેકટને સાકાર બનાવવા જઈ રહ્યા છે. માલવીયા કોઈન્સ રાજકોટ- સૌરાષ્ટ્રના વ્યાપાર- ધંધા માટે બીઝનેસ હબનું સ્વરૂપ લઈ એક મિશાલ બની રહેશે. મો.૯૬૨૪૧ ૧૧૧૧૧  (આ સમગ્ર જગ્યા સ્વ.વસંતભાઈ માલવિયાની માલિકીની હતી. આ અંગે તેમના ભાણેજ વિશાલ શાહ ફરતે મોટો વિવાદ સર્જાયેલ. હવે જગ્યા તેમના કબ્જાવટા હેઠળ આવી છે. જયાં તેઓ માલવીયા કોઈન્સનો કોમર્શીયલ પ્રોજેકટ બનાવી રહ્યા છે. સ્વ.માલવિયા શેઠના સેંકડો ચાહકો, મિત્રો- સ્નેહીઓ ઈચ્છે છે કે જયાં માલવિયા શેઠ દાયકાઓ સુધી સિંહની જેમ બેઠા હતા તે કરોડો રૂપિયાની આ જગ્યાએ માલવિયા શેઠની યાદમાં તેમની વિશાળ કદની પ્રતિમા મૂકી તેમની એક કાયમી યાદગીરી ઉભી કરવામાં આવે... વિશાલના મગજ અને મનમાં આ વાત ઉતરશે તેવી સહુ આશા રાખી રહ્યા છે.)

(4:09 pm IST)