રાજકોટ
News of Tuesday, 25th June 2019

શહેરમાં સુકા અને઼ ભીના કચરા માટે ૧.૩૦ લાખ ડસ્ટબીનનું વિતરણ

મ્યુ.કોર્પો.સેનિટેશન કમિટિનાં ચેરમેન તરીકે અશ્વિન ભોરણીયાને એક વર્ષ પુર્ણ

રાજકોટ,તા.૨૫: મ્યુ.કોર્પોરેશનની સેનીટેશન સમિતિનાં ચેરમેન તરીકે અશ્વિનભાઇ ભોરણિયાને  એક વર્ષ પુર્ણ થતા તેની  કામગીરીની વિગત આપતા જણાવ્યુ હતુ કે, સિોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.૦૯ જુલાઇ થી તા.૧૭ જુલાઇ તથા  તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૨૮ સપ્ટેમ્બર તથા  તા.૦૩ જુનથી તા.૧૧જુન  દરમ્યાન રાજકોટ શહેરમાં સદ્યન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. આ સફાઇ ઝુંબેશ દરમ્યાન રાજકોટ શહેરમાં આવેલ ખૂલ્લા પ્લોટ, ન્યુસન્સ પોઇન્ટ તથા વોંકળાની સફાઇ જરૂરી મેનપાવર, જે.સી.બી., ડમ્પર, ટ્રેકટર, મીની ટીપર મારફત કરાવવામાં આવેલ છે.      

હાલમાં એસ્કેવેટર એન્ડ બેકહો લોડર નંગ-૪, રૂ.૧૪૦.૨૭ લાખ ના ખર્ચે તથા ૧૪ કયુબીક મીટર કેપેસીટીના ટીપર ટ્રક-૧૦, રૂ.૨૮૨ લાખ ના ખર્ચે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની ગ્રાન્ટમાંથી ખરીદ કરવામાં આવેલ છે.

હાલમાં રાજકોટ શહેરમાં કુલ-૧૩૭ ટોયલેટ છે, જેમાં ૭૭ પે એન્ડ યુઝ ટોયલેટ તથા રાજકોટ શહેરમાં કુલ-૬૦ કોમ્યુનિટી ટોયલેટ (ફ્રી ટોયલેટ) કાર્યરત છે. જેમાંથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલીત ૨૦ કોમ્યુનિટી ટોયલેટ (ફ્રી ટોયલેટ) તથા જુદીજુદી એજન્સી દ્વારા ૪૦ કોમ્યુનિટી ટોયલેટ (ફ્રી ટોયલેટ) કાર્યરત છે. કોમ્યુનિટી ટોયલેટ (ફ્રી ટોયલેટ) ના લાભાર્થીઓએ કોઇપણ જાતનો ચાર્જ ચુકવવાનો રહેતો નથી.

હાલમાં ૩૨૫ મીની ટીપર દ્વારા ૧૦૦  ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરવામાં આવે છે. તથા વધુ ૧૦૦ મીની ટીપર ખરીદ કરવાનો વર્ક ઓર્ડર અપવામાં આવેલ છે. રાત્રી દરમ્યાન ૭ સ્વીપીંગ મશીન દ્વારા રાજકોટ શહેરના મેઇન રોડ ઉપરના ડીવાઇડરો સાફ કરવામાં આવે છે. તથા વધુ ૧૨ સ્વીપીંગ મશીન ખરીદ કરવાનો વર્ક ઓર્ડર અપવામાં આવેલ છે.

નાકરાવાડી લેન્ડ ફીલ સાઈટ ખાતે લેન્ડ ફીલ સેલ-૨ બનાવવાનું કામ હાથ ધરેલ છે. આ લેન્ડ ફીલ સેલની કેપેસીટી ૪.૦૦ લાખ મેટ્રીક ટન જેટલી છે. આ કામગીરી અત્યાર સુધીમાં ૯૦ જેટલી પૂર્ણ થયેલ છે. આ કામગીરી માટે કુલ રૂ.૧૭૮૦ લાખનો ખર્ચ થશે.

રેસકોર્ષ ખાતે ૪૦૦ કિલો પ્રતિ દિવસ રૂ.૧૬.૫/- લાખના ખર્ચે  તથા ૮૦ ફુટ રોડ પર ૨૦૦ કિલો પ્રતિ દિવસની કેપેસીટીનો વેસ્ટ ટુ કમ્પોસ્ટ પ્લાન્ટ રૂ.૧૨/- લાખના ખર્ચે  કાર્યરત કરવામાં આવેલ છે.  જેમાં ૪૮ કલાકમાં ખાતર તૈયાર થઇ જાય તે માટે એકસેલ ઇન્ડસ્ટ્રીઝ નું બાયોનીયર મશીન મુકવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ અંતર્ગત સેગ્રીગેશન એટ સોર્સ એટલે કે સુકો કચરો તથા ભીનો કચરો અલગ-અલગ રાખવા માટે   જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.  ભીનો કચરો લીલી ડસ્ટબીન તથા સુકો કચરો વાદળી કલરની ડસ્ટબીન માં રાખવાનું જણાવવામાં આવેલ છે, જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ૧,૩૦,૦૦૦ નંગ ડસ્ટબીન ખરીદ કરવામાં આવેલ છે.

 સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯ અન્વયે રાજકોટ શહેરનો ૦૯મો ક્રમાંક આવેલ છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯ અન્વયે રાજકોટ શહેરને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટીંગ અંતર્ગત ૩- સ્ટાર રેકીંગ પ્રાપ્ત થયેલ છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ૨૦૨૦માં શહેરના સૌ નગરજનોના સાથ સહકારથી રાજકોટ શહેર પ્રથમ ક્રમે આવે તેવી આશા વ્યકત કરી હતી.

(3:58 pm IST)