રાજકોટ
News of Tuesday, 25th June 2019

શેઠ હાઇસ્કુલમાં સન્માનોત્સવ

મહાનગરપાલિકા સંચાલિત પી.એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલ ખાતે ેશાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના અર્થશાસ્ત્ર વિષયના મદદનીશ શિક્ષક નરેશકુમાર સી. ત્રિવેદી, તેમજ શાળાના સિનીયર કલાર્ક વલ્લભભાઇ એ. કોરડીયા વયમર્યાદાને કારણે સેવા નિવૃત થતા એક વિદાય સમારોહ શાળા ખાતે યોજવામાં આવેલ હતો. મુખ્ય અતિથી તરીકે શ્રીમતી અંજનાબેન મોરજરીયા (ચેર પર્સન-માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક સમિતી રાજકોટ મહાનગરપાલિકા) હાજર રહ્યા હતા. ડો. તુષારભાઇ પંંડયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ બંને સેવા નિવૃત કર્મચારીઓને મહેમાનોના હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ તેમને રૂમાલ, પુષ્પગુચ્છ, તેમજ પુસ્તક પણ આપવામાં આવ્યું હતું. એમ.એ. વ્હોરાએ બંને નિવૃત કર્મચારીઓને શાળા પરિવાર વતી શાબ્દિક શુભકામના આપી હતી. ત્યારબાદ શાળામાં યોજાયેલ યોગ કાર્યક્રમમાં સુંદર આસનોનું નિર્દશન કરવા બદલ ધોરણ ૧૨ના વિદ્યાર્થી મીરા મુબીન ને પુસ્તક આપી પુરસ્કૃત કરવામાં આવેલ. શાળાના પૂર્વ વિદ્યાર્થી લાઠીયા વિનીત તેમજ લાઠિાયા વિદીતને શાળાના વિદ્યાર્થીઓને પાંચ દિવસ સુધી યોગ અભ્યાસ માટે શાળાને સમય આપવા બદલ તેમને પણ પુસ્તક આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સાથોસાથ શાળામાં એક તાસમાં ઝડપથી વાંચેલું યાદ રાખી મોઢે બોલી શકનાર ધોરણ ૧૨ના પાંચ વિદ્યાર્થીઓ જેમાં મીરા મુબીન, જીણા મોહસીન, અજય સુમેરા, ધોળકિયા ધ્રુવ પુસ્તક આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમમાં આદિત્યસિંહ ચુડાસમા (ટીપીઓ-જેતપુર) પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ શાળાના મદદનીશ શિક્ષક વી.વી. સોરઠિયાએ આભારવિધી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી જીપા મોસીને કર્યુ હતું. કાર્યક્રમમાં શાળાના તમામ સ્ટાફ મિત્રો સર્વશ્રી એન.કે.રાઠોડ, વી.એ. પુંજાણી, ડો. વી.આર. ભટ્ટ, એમ.ડી. જારીયા, એન.એ.ભુત, પી.એમ. જેતપરીયા, બી.ટી. રાઠોડ, જે.આર.દવે, યુ.બી. પટેલ, ગ્રંથપાલ જી.એસ. ભટ્ટી, જુનિયર કલાર્ક રમેશભાઇ ઠુંગા, તેમજ સેવક મિત્રો સર્વશ્રી એલ.સી.સોલંકી, પી.આર. રબારી કાર્યરત રહ્યા હતા.

(3:57 pm IST)