તમારા ઝઘડામાં મારી ગાડીમાં શું કામ નુકસાન કર્યુ?...કહેતાં સવજીભાઇ પટેલની ધોલધપાટ
પુરૂષાર્થ સોસાયટીમાં બનાવઃ સમીર ઉર્ફ સમલો અને સલીયાએ તલવાર બતાવી ધમકી પણ દીધી
રાજકોટ તા. ૨૫: કોઠારીયા રોડ પર પુરૂષાર્થ સોસાયટી-૧૦ના ખુણે રહેતાં અને બકાલાનો ધંધો કરતાં સવજીભાઇ કાનજીભાઇ ખુંટ (ઉ.૫૭) નામના પટેલ પ્રોૈઢ પર બાબરીયા કોલોનીના સમીર ઉર્ફ સમલો તથા સલીયા નામના શખ્સોએ હુમલો કરીગાળો દઇ તલવાર બતાવી મારી નાંખવાની ધમકી આપી ઢીકા-પાટૂનો માર મારતાં ફરિયાદ નોંધાવી છે.
સવજીભાઇની ફરિયાદ પરથી ભકિતનગરના હેડકોન્સ. રસિકભાઇ ગઢાદરાએ સમીર અને સલીયા સામે ગુનો નોંધ્યો છે. સવજીભાઇના ઘર નજીક સમીર અને સલીયો કોઇ સાથે ઝઘડો કરતાં હતાં ત્યારે આ બંનેએ સવજીભાઇના એકટીવા જીજે૩એફએ-૩૩૬૨માં ધોકો ફટકારી નુકસાન કરી દીધું હતું. અવાજ સાંભળી સવજીભાઇએ બહાર આવીને જોતાં પોતાના વાહનમાં નુકસાન થયું હોઇ સમીર અને સલીયાને 'તમારા ડખ્ખામાં મારા વાહનને શું કામ નુકશાન કર્યુ?' તેમ કહેતાં બંનેએ તેને ગાળો ભાંડી તલવાર બતાવી માર મારી ધમકી આપી હતી. પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.