રાજકોટ
News of Monday, 25th June 2018

પુજીત રૂપાણી ટ્રસ્ટ અને રેલ્વે મંડલ દ્વારા 'ચાઇલ્ડ હેલ્પડેસ્ક'નો પ્રારંભ

રાજકોટ : બાળકોને પડીત કોઇપણ પ્રકારની મુશ્કેલીમાં મદદરૂપ થવા તથા તેમની દેખભાળ માટે કેન્દ્ર સરકાર સંચાલિત 'ચાઇલ્ડ હેલ્પ લાઇન (૧૦૮૮ ટોલ ફ્રી) રાઉન્ડ ધ કલોક પ્રોજેકટ રાજકોટ શહેરમાં પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ દ્વારા ૨૦૧૧ની સાલથી કાર્યરત છે. જેના ઉપક્રમે રાજકોટ રેલ્વે મંડલના સહયોગ સાથે રાજકોટ જંકશનના પ્લેટફોર્મ નં. ૧ ઉપર ચાઇલ્ડ હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીના અનુભવો મુજબ અસુરક્ષિત બાળકો, ત્યજી દેવાયેલા કે ઉઠાવી જવાયેલા, ઘરેથી ભાગી ગયેલા અથવા તો પરિવારથી વિખૂટા પડી ગયેલા મોટા ભાગના બાળકો રેલ્વે સ્ટેશન ઉપર કે તેની આજુબાજુના વિસ્તારોમાંથી મળી આવતા હોય છે. અથવા ટ્રેનમાં આમથી તેમ ભટકતા જોવા મળે છે. આવા ખોવાયેલા બાળકોનો તેમના પરિવાર સાથે મેળાપ કરાવી દેવાના હેતુથી આ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત કોઇપણ યાત્રિકોને આવું કોઇ બાળક જોવા મળે તોતે ચાઇલ્ડ હેલ્પ લાઇનના ટોલ ફ્રી નંબર ૧૦૯૮ (દસ,નવ,આઠ) ઉપર પણ ફોન કરી શકે છે. જેના આધારે તુરત જ આ ચાઇલ્ડ હેલ્પ ડેસ્કની ટીમ બાળકનો સંપર્ક કરી તેને તમામ પ્રકારની સહાયતા પૂરી પાડશે. ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકો તથા તેમના બાળકોની સુરક્ષા માટેના ભાગરૂપે શહેરનાં જંકશન ઉપર શરૂ કરાયેલો આ પ્રોજેકટ પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણી, શહેરના નવનિયુકત મહિલા મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, ડિવીઝન રેલ્વે મેનેજર પી.બી. નિનાવેના હસ્તે દીપ પ્રાગટય દ્વારા ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે તેમની સાથે ચાઇલ્ડ હેલ્પ ડીરેકટર તથા પુજીત રૂપાણી ટ્રસ્ટના ટ્રસ્ટી મહેશભાઇ ભટ્ટ, અમિનેશભાઇ રૂપાણી, ડીવી. સિકયુરીટી કમિશ્નર મિથુન સોની, આર.પી.એફ.પી.આઇ. ચંદેમોહન, જી.આર.પી. રેલ્વે ફોર્સના એ. જયસ્વાલ, સ્ટેશન ડીરેકટર મહેન્દ્રસિંઘ, ચાઇલ્ડ વેલ્ફેર કમિટી ચેરમેન દિપકભાઇ પીપળીયા, સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા, બાળસુરક્ષા એકમના મિત્સુબેન વ્યાસ, અલ્પેશભાઇ ગોસ્વામી તેમજ અજયભાઇ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે પુજીત રૂપાણી ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ, ચાઇલ્ડ હેલ્પ લાઇન કો-ઓર્ડીનેટર નિરદભાઇ ભટ્ટ, ટીમ મેમ્બર પ્રવિણભાઇ ખોખર, ટોય લાયબ્રેરીના વર્ષાબેન મકવાણા, દિપકભાઇ જોશી, ચાઇલ્ડ હેલ્પ ડેસ્કની ટીમના કો-ઓર્ડીનેરટ જીજ્ઞેશભાઇ રત્નોતર, કાઉન્સેલર વંદનાબેન વાટલીયા, ટીમ મેમ્બર્સ પૂજાબેન ભટ્ટી, નિરાલીબેન રાઠોડ, ચાર્મીબેન રાજવીર, સોલંકી જયપાલભાઇ, હરદીપસિંહ ઝાલા, રાઠોડ નિરવભાઇ, એકતાબેન મે તથા કાર્યકર્તાઓ રંજનબેન જેઠવા, ભારતીબેન બારોટ, મીરાબેન મહેતા, નિધિબેન પારેખ, ગીતાબેન વસા, બીપીનભાઇ વસા, સી.કે. બારોટ, પ્રફુલભાઇ સંઘાણી, રાજુભાઇ શેઠ, જયેશભાઇ ઉપાધ્યાય, દિલીપભાઇ મીરાણી, કિશોરભાઇ ગમારા, હરેશભાઇ ચાંચિયા, છગનભાઇ ચોૈહાણ, દેવજીભાઇ વાઘેલા, કેતનભાઇ મેસવાણીયા, દિવ્યેશભાઇ પટેલ, જાન્હવીબેન લાખાણી હાજર રહયા હતા. તેમ પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ ફોન નં. ૦૨૮૧ ૨૭૦૪૫૪૫ ની યાદીમાં જણાવાયું છે.

(3:44 pm IST)