રાજકોટ
News of Monday, 25th June 2018

મોબાઇલ પર વાત કરવામાં મશગુલ કૈલાસ ચોથા માળેથી પટકાયો

બીજા માળે લાકડાના માચડામાં ફસાયોઃ ગંભીર ઇજાઃ જયરાજ પ્લોટનો બનાવ

રાજકોટ તા. ૨૫: જયરાજ પ્લોટમાં નવા બની રહેલા બિલ્ડીંગમાં મજૂરી કરતો ઓરિસ્સાનો યુવાન રાત્રે ચોથા માળે મોબાઇલ ફોન પર વાત કરવામાં મશગુલ હોઇ અકસ્માતે નીચે પટકાતાં અને બીજા માળે પહોંચી લાકડાના માંચડા પર પટકાતાં ત્યાં ફસાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મુળ ઓરિસ્સાનો કૈલાસ ગોૈતમભાઇ પરાભોઇ (ઉ.૧૮) જયરાજ પ્લોટ-૯માં બની રહેલા બિલ્ડીંગની સાઇટ પર સેન્ટીંગ કામ કરે છે. રાત્રે તે કોઇ સાથે મોબાઇલ ફોનમાં વાત કરતો-કરતો ચાલતો હોઇ ધ્યાન ન રહેતાં ચોથા માળેથી પટકાતાં બીજા માળે બનાવાયેલા લાકડાના પાટીયાના માચડા પર પડી ફસાઇ જતાં બીજા મજૂરોએ નીચે ઉચારી હોસ્પિટલમાં ખસેડતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:51 pm IST)